ઝીંગા ઉછેરમાં ડીઝલ એન્જિનનો ક્લેઇમ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ બહુ ગાજેલાં ઝીંગા ઉછેરનો મામલો ગ્રાહક કોર્ટમાં પણ આવ્યો છે. જ્યાં ઝીંગા ઉછેરના ધંધા માટે વપરાતા ડીઝલ જનરેટરના કલેઇમ રદ કરતાં કોર્ટે ટાકયુ હતુ કે જનરેટર ધંધાકીય હેતુ માટે ખરીદેલું હોવાથી તે સંબંધિત ફરિયાદ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ મેઇન્ટેનેબલ નથી.

કેસની વિગત મુજબ ઓલપાડના રહેવાસી એવા ફરિયાદી સ્મિતા પટેલે ઝીંગા ઉછેર માટે ખાનગી કંપની પાસે ડીઝલ જનરેટર ખરીદયુ હતુ પરંતુ તે વારંવાર બગડી જતું હોય ફરિયાદીએ ડીઝલ જનેરટના રૂપિયા ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસના એક લાખ રૂપિયા માટે દાદ માગી હતી. કંપની વતી એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલો કરી હતી કે ગ્રાહકની વ્યાખ્યામાં કોમર્શીયલ પર્પઝ માટે માલ ખરીદનાર યા સેવા મેળવનારનો સમાવેશ થતો નથી. દલીલો ગ્રાહ્યા રાખી ફરિયાદ રદ કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...