• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ધૂળેટીમાં વતન જવા જીવ જોખમમાં મૂકી બસની છત પર મુસાફરી

ધૂળેટીમાં વતન જવા જીવ જોખમમાં મૂકી બસની છત પર મુસાફરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં લાખોની સંખ્યામાં દાહોદ ગોધરા તરફના મજૂરો કામ કરી રહ્યાં છે. દર વર્ષે ધૂળેટીના સમયે મોટાભાગના મજૂરો વતનમાં જતા રહેતા હોય છે. ઉનાપાણી રોડ ખાંડબજાર અને સરથાણા નેચર પાર્ક પાસેથી દરરોજ ડઝનેક બસો ઉપડે છે. બસની અંદર તો મુસાફરો ખીચોખીચ ભરેલા હોય પરંતુ બસના છાપરા પર પણ જગ્યા હોતી નથી. ઓછા ભાડામાં પહોંચી જાય તેવું વિચારીને જીવનુ જોખમ લઇને મજૂરો બેસી જાય છે. પરંતુ તંત્ર પણ આંખ આળા કાન કરે છે. આ સિલસિલો છેલ્લા ઘણાં વર્ષોથી ચાલે છે. હાલની સ્થિતી આ તસવીરમાં દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...