તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |નાનપુરા વિસ્તારમાં રહેતા એક પરીવારના 10 વર્ષના પુત્ર ફયાઝ(નામ

સુરત |નાનપુરા વિસ્તારમાં રહેતા એક પરીવારના 10 વર્ષના પુત્ર ફયાઝ(નામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |નાનપુરા વિસ્તારમાં રહેતા એક પરીવારના 10 વર્ષના પુત્ર ફયાઝ(નામ બદલ્યુ છે)ને ઘર નજીક રહેતા ચાર કિશોરોએ મંગળવારે કાગળ તથા પ્લાસ્ટીકનો ડબલ્યુ.ડબલ્યુ.એફ.નો બેલ્ટ બનાવી આપવાનુ કહ્યુ હતુ. બેલ્ટ બનાવી આપવાના બહાને ચારેય માસુમ ફયાઝને ઘર નજીક આવેલી એક રૂમમાં લઈ ગયા હતા અને ત્યા ચારેયે વારાફરતી માસુમ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતુ. ચારેયે આચરેલા અત્યાચાર બાદ પીડાથી કણસતા માસુમે તેઓની કરતુત અંગે પોતાની માતાને જાણ કરી હતી. પુત્રની વાત સાંભળીને તેની માતા ચોંકી ઉઠી હતી. આખરે માસુમ ફયાઝની માતાએ અઠવા પોલીસ મથકમાં ચારેય સામે ફરીયાદ નોંધાવી હતી. માસુમ ફયાઝની માતાની ફરીયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

નાનપુરામાં 10 વર્ષના બાળક સાથે ઘર નજીક રહેતા ચાર કિશોરો દ્વારા સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય

અન્ય સમાચારો પણ છે...