તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક સંકડામણથી યુવકે વખ ધોળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાતાવાડી પાસે આવેલી વર્ષા સોસાયટીમાં રહેતા કાળુ મુરજીભાઈ રાખોડીયા (30) ફોટો ગ્રાફરની દુકાનમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. બુધવારે કાળુ ડુમસના દરિયા ગણેશ મંદીર પાસે જઈ કોઈ ઝેરી દ્રવ્ય પી ગયો હતો. જેને કારણે તે બેભાન પડી ગયો હતો. કાળુને રસ્તામાં બેભાન જોઈ આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેમણે ડુમસ પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી કાળુની નળીના ધબકારા માપતા તે બંધ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી લાશને પીએમ માટે નવી સિવિલ ખાતે મોકલી આપી હતી.પોલીસે પરિવારોના નિવેદન લેતા જણાયું હતું કે, તે આર્થીક સંકડામણ અનુભવતો હતો.

અન્ય સમાચારો પણ છે...