• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપોદ્રામાં પાવર ઓવર લોડિંગથી 20 લાખના વીજ ઉપકરણો ફૂંકાયાં

કાપોદ્રામાં પાવર ઓવર લોડિંગથી 20 લાખના વીજ ઉપકરણો ફૂંકાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત | કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીકના સ્કાયલાર્ક શોપીંગમાં મંગળવારે સવારે વીજ ખામીથી મોટાભાગની ઓફિસના વીજ ઉપકરણોમાંથી ધુમાડા નિકળતા થઈ જતાં ગભરાટ ફેલાયો હતો. 60 ઓફિસના કોમ્પ્યુટર અને એસી સહિતના ઉપકરણો બળી જતાં અંદાજે 20 લાખ રૂપિયાની નુકસાની થઈ હોવાની રાવ સાથે દુકાનદારોએ કાપોદ્રા ઉર્જા સદનમાં ફરિયાદ કરી હતી.

કાપોદ્રા પોલીસમાં મોરચો, DGVCLમાં પણ ફરિયાદ
સતત ત્રીજી વખત થયેલાં પાવર ઓવર લોડિંગને લીધે નુકસાનીમાં મુકાયેલા ગ્રાહકોએ જવાબદારો સામે પગલાની પણ માગ કરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીકના ઝડફિયા સર્કલ નજીક સ્થિત સ્કાયલાર્ક શોપિંગ સેન્ટરમાં વકીલ, સીએ, ક્લિનિક, બેંક, ટ્યુશન ક્લાસીસ અને હોટલ સહિતની 60 જેટલી દુકાનો આવેલી છે. મંગળવાર સવારે શોપિંગ સેન્ટરમાં અચાનક વીજ પુરવઠામાં ખામી બાદ ધડાકાભેર પાવર કટ થઈ ગયા હતા. જોત-જોતામાં જ વિવિધ વીજ ઉપકરણોમાંથી ધુમાડા નીકળતાં ગભરાટ ફેલાઈ ગઈ હતી. દુકાનદારો દોડીને લોબી તરફ એકત્રિત થઈ ગયા હતા. મોટાભાગની દુકાનોમાં વીજ ઉપકરણો બળી ગયાની જાણકારી બાદ ડીજીવીસીએલને ઓનલાઈન કમ્પલેઇન કરી હતી. આ મામલે દુકાનદારોએ કાપોદ્રા ઉર્જા સદનના કાર્યપાલક ઈજનેરને ઘટનાની લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે પગલાંની તેમજ 20 લાખ જેટલાં નુકસાનની રકમ સરવે કરી વળતર ભરપાઈ કરવાની પણ રાવ નાખી છે. ડીજીવીસીએલના નાયબ ઇજનેર કે. એન. ધંધુકિયાએ ન્યુટ્રલ રિટર્ન થવા અથવા ઇન્ટરનલ વાયરિંગમાં ખામીને લીધે આ ફોલ્ટ થયો હોવાની સંભાવના દર્શાવી છે.

વળતર દાવા માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે
વીજ સેવા આપવામાં કંપનીની ખામી જણાઈ આવતી હોય તો ગ્રાહક નુકસાની વળતર મેળવવા બંધાયેલા છે અને તેના માટે જીલ્લા ફોરમ અને સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટના દ્વાર પણ ખુલ્લા છે. ગ્રાહક વીજ ખામીના કારણો અને પ્રત્યેક નુકસાની સરવે રિપોર્ટ સાથે વળતર માગ કરી શકે છે. આ બાબતે વીજ કંપનીએ યોગ્ય કાળજી રાખવી જ જોઈએ. શ્રેયશ દેસાઈ, વકીલ

લક્ષ્મણનગર રોડ
અન્ય સમાચારો પણ છે...