તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હીરાનું પ્રોડક્શન ઘટતાં ડાયમંડનાં કારખાનાંઓ તેમજ કંપનીઓમાં રત્નકલાકારોને એક્સ્ટ્રા રજા આપવા

હીરાનું પ્રોડક્શન ઘટતાં ડાયમંડનાં કારખાનાંઓ તેમજ કંપનીઓમાં રત્નકલાકારોને એક્સ્ટ્રા રજા આપવાનું શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલર સામે સતત ગબડી રહેલા રૂપિયાની અસર ડાયમંડ માર્કેટને પણ વર્તાય રહી છે.સ્થાનિક બજારમાં પ્રોડક્શન ઘટ્વાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં તૈયાર થવા જતાં નાની સાઇઝના રફનું કામ પણ 30 ટકા સુધી ઘટ્યુ છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બેંક લોન કૌભાંડના કારણે હીરા ઉદ્યોગકારોને બેંકિંગ સેવાનો લાભ મેળવવો પણ મુશ્કેલ બન્યુંું છે. વિદેશી બજાર સાથે સંકળાયેલા ભારતીય મૂળના ઉદ્યોગકારો દ્વારા ઉઠમણાંની ચર્ચાઓ શરૂ થઇ છે.જેની અસર ડાયમંડ કટીંગ અને પોલિશ્ડના બજારને થઇ રહી છે. સ્થાનિક બજારમાં પ્રોડક્શન ઘટતા અઠવાડિયામાં બે દિવસ સુધીની એકસ્ટ્રા રજા આપવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં રત્નકલાકારોના પગાર સિસ્ટમ બદલાવવાની સાથે કારીગરોને છુટા કરવાના બનાવ પણ બની રહ્યા છે.અમરેલી,ભાવનગર તથા અમદાવાદ જતાં ડાયમંડના પાર્સલમાં 25 થી 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.

75 દિવસનો ગાળો
રફ ડાયમંડમાંથી પોલિશ્ડ માટેની પ્રક્રિયામાં 75 દિવસનો સમયગાળો લાગે છે. હરિફાઇના કારણે કેટલાક ઉદ્યોગકારો 75ના બદલે 60 દિવસમાં તૈયાર કરે છે. ડોલર ઇફે્કટના કારણે રફ ડાયમંડની કિંમત હમણાં મોંઘી છે. તેમજ ખરીદીનું પ્રમાણ પણ ઓછું છે. જેના પગલે હવે ક્વોન્ટિટીની જગ્યાએ હવે ક્વોલિટી પર વધુ ભાર મુકાય રહ્યો છે.

પ્રોડક્શન ઘટતાં પગારકાપ મુકાઇ રહ્યો છે
રફ ડાયમંડ મોંઘુ છે. પોલિશ્ડના જોઇતા ભાવ મળતા નથી. હાલમાં રફનો સ્ટોક ઓછો છે જેના કારણે થોડાક અંશે ખેંચતાણ છે. ક્વોલિટીવાળો માલ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે કામ ઓછું રહેતાં રત્નકલાકારોને ઓછો સમય કામનો મળે છે. જેના કારણે કેટલીક કંપનીઓમાં પગાર કાપના કિસ્સાઓ સંભળાયા છે. પણ રત્નકલાકારની નોકરી જાય તેવી સ્થિતિ હજુ સર્જાઇ નથી. બાબુ ગુજરાતી, પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન

અઠવાડિયામાં 3 દિવસની રજા અપાય છે
રોજની રત્નકલાકાર સંઘમાં રત્નકલાકારોની પગારને લઇને બે થી ત્રણ ફરિયાદ મળી રહી છે. કામ ઓછું હોવાના કારણે મોટી-નાની તમામ કંપની-કારખાનામાં ત્રણ દિવસ સુધી રજા આપી દેવામાં આવે છે. પ્રોડક્શન ઓછું થઇ રહ્યું છે. જેના કારણે રત્નકલાકારોની હેરાનગતિ વધી છે. જયસુખ ગજેરા,પ્રમુખ,રત્નકલાકાર સંઘ

અન્ય સમાચારો પણ છે...