• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોલેજોએ બેઠકો ભરવા માટે એક સામટા મેસેજો મોકલતા વિદ્યાર્થીઓ દોડતા થયા

કોલેજોએ બેઠકો ભરવા માટે એક સામટા મેસેજો મોકલતા વિદ્યાર્થીઓ દોડતા થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીબીએ અને બીસીએની કોલેજમાં પ્રવેશ માટેનો બુધવારે છેલ્લો દિવસ છે. ત્યારે કોલેજોએ પણ બેઠકો ભરવા માટે એક સાથે ઘણા વિદ્યાર્થીઓને મોકલી દેતા વિદ્યાર્થીઓ દોડતા થઈ ગયા છે.

સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ આ મામલે કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને લેખીતમાં ફરિયાદ કરી છે. જેમાં લખાયું છે કે, આ વખતની પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી કેટલીક કોલેજોએ પોતાની બેઠકો ભરવા માટે વિદ્યાર્થીઓને એક સામટા મેસેજ મોકલી રહી છે. ત્યારે આ મેસેજને કરાણે વિદ્યાર્થીઓ પોતાના પ્રવેશ રદ કરાવીને જે કોલેજમાંથી પ્રવેશ માટેનો મેસેજ આવ્યો છે. ત્યા લાઇનામાં જઈને બેસી જાય છે. ત્યાર બાદ તેને માલૂમ પડે છે કે તેનો અહી નંબર લાગ્યો જ નથી. આમ વિદ્યાર્થીએ અટવાવાનો વારો આવે છે. જેથી આવા કારણોસર જે વિદ્યાર્થીઓ અટવાયા છે. તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળે તેવી રજૂઆત કરું છું.

જે કોલેજની મેરિટ યાદી પૂર્ણ થઈ નથી અને બેઠક પણ ખાલી છે તેમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ
એડમિશન કમિટીએ કહે છે કે, જે કોલેજની મેરિટ લિસ્ટ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં તે કોલેજની બેઠક ખાલી પડી છે. તેવી કોલેજોને જ પૂરક પરીક્ષામાં સામેલ કરવામાં આવશે. જ્યારે જે કોલેજની મેરિટ લિસ્ટ પૂર્ણ થઈ નથી અને બેઠક પણ ખાલી છે. તે કોલેજમાં પ્રવેશ કાર્યવાહી ચાલું જ રહેશે.

એજ્યુકેશન રિપોર્ટર | સુરત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીબીએ અને બીસીએની કોલેજમાં પ્રવેશ માટેનો બુધવારે છેલ્લો દિવસ છે. ત્યારે કોલેજોએ પણ બેઠકો ભરવા માટે એક સાથે ઘણા વિદ્યાર્થીઓને મોકલી દેતા વિદ્યાર્થીઓ દોડતા થઈ ગયા છે.

સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ આ મામલે કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને લેખીતમાં ફરિયાદ કરી છે. જેમાં લખાયું છે કે, આ વખતની પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થી ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી કેટલીક કોલેજોએ પોતાની બેઠકો ભરવા માટે વિદ્યાર્થીઓને એક સામટા મેસેજ મોકલી રહી છે. ત્યારે આ મેસેજને કરાણે વિદ્યાર્થીઓ પોતાના પ્રવેશ રદ કરાવીને જે કોલેજમાંથી પ્રવેશ માટેનો મેસેજ આવ્યો છે. ત્યા લાઇનામાં જઈને બેસી જાય છે. ત્યાર બાદ તેને માલૂમ પડે છે કે તેનો અહી નંબર લાગ્યો જ નથી. આમ વિદ્યાર્થીએ અટવાવાનો વારો આવે છે. જેથી આવા કારણોસર જે વિદ્યાર્થીઓ અટવાયા છે. તે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળે તેવી રજૂઆત કરું છું.

અન્ય સમાચારો પણ છે...