• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હજીરામાં બનેલી હોવિત્ઝર રાષ્ટ્રને અર્પણ કરવા PM મોદી સુરત આવે તેવી શક્યતા

હજીરામાં બનેલી હોવિત્ઝર રાષ્ટ્રને અર્પણ કરવા PM મોદી સુરત આવે તેવી શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલએનટી દ્વારા તૈયાર કરાયેલી પ્રથમ સ્વદેશી તોપ કે-9 વજ્ર હોવિત્ઝરને રાષ્ટ્રઅર્પણ કરાય તે પહેલાં ટ્રાયલ માટે મોકલવામાં આવી હોવાની ચર્ચા, ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલાં સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં વડાપ્રધાન મોદી હજીરા આવે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. આર્મી માટે એલએન્ડ ટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ટેન્કના ફોટા છેલ્લાં બે દિવસથી શહેરના સોશિયલ મીડીયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે બીજીતરફ હજીરા એલએનટીના અધિકારીઓ આ અંગે દેશ સુરક્ષાનો પ્રશ્ન હોઇ ચૂપકીદી સેવી રહ્યા છે. જોકે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, હજીરા એલએનટી દ્વારા એક વિદેશી કંપનીની મદદથી બે હોવિત્ઝર તોપ તૈયાર કરવામાં આવી છે. જેને ઇન્ડિયન આર્મીને અર્પણ કરવામાં આવે તે પહેલાં ટ્રાયલ માટે મોકલવામાં આવી છે. જેનું મુંબઇમાં કમિશનિંગ થયા બાદ ઇન્ડિયન આર્મીને અર્પણ કરવામાં આવશે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની ભારતમાં પ્રથમ તોપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 52 ડિગ્રી સુધી ફરી શકતી ગન પણ ફીટ કરાઇ છે.વધુમાં આ તોપોને રાષ્ટ્રને અર્પણ કરવા સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરમાં વડાપ્રધાન મોદી હજીરા ખાતે આવે તેવી પણ શક્યતાં વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...