• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રોટરેક્ટ ક્લબ કર્ણભૂમિએ ફ્રૂટ્સનું વિતરણ કર્યું

રોટરેક્ટ ક્લબ કર્ણભૂમિએ ફ્રૂટ્સનું વિતરણ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રોટરેક્ટ કલબ કર્ણભૂમિ દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે લેપ્રોસી હોસ્પિટલ, એ.કે.રોડ, ખાતે રક્તપિત્તના દર્દીઓને સફરજન, કેળા, દાડમ વિગેરે ફ્રુટ આપી અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. જેથી રક્તપિતના દર્દીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. સમાજના વિવિધ અગ્રણીઓ અને લોકોએ આ યુવાનોના પ્રેરણાત્મક કાર્યને ખૂબ જ બિરદાવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રેસિડેન્ટ વિપુલ દુધાત અને સેક્રેટરી ભાવિન ગોટીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન નિલય સોલંકી અને કો.ચેરમેન ભૌતિક શિરોયા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...