• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નાનપુરામાં ફૂટપાથ તોડતાં પાલિકા કર્મીનો કોલર ઝાલ્યો

નાનપુરામાં ફૂટપાથ તોડતાં પાલિકા કર્મીનો કોલર ઝાલ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

શહેરભરમાં ચલાવાય રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં મંગળવારે બેએક જગ્યાએ પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને લોકરોષનો ભોગ પણ બનવું પડયું હતું. જેને પગલે પોલીસ બોલાવવી પડી હતી.અઠવા ઝોને મંગળવારે વેસુની સોમેશ્વર આર્કેડ કોમ્પલેક્ષમાં મંજુર પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધેલું એમ્યુઝમેન્ટ પાર્ક અને ઓફિસનું દબાણ દૂર કરી 5500 ચો.ફૂટ પાર્કિંગ એરિયા ખુલ્લો કરી 60 હજાર નો દંડ વસુલ્યો હતો. જ્યારે ગાંધીસ્મૃતિ સામે કનકનિધી કોમ્પલેક્ષમાં સેન્ટ્રલ ઝોને પાર્કિંગના ઓટલાઓ તોડી પડાતાં રોષે ભરાયેલા સ્થાનિક રહીશો સાથે પાલિકા સાથે ઘર્ષણ થયું હતું. જેમાં પાલિકા કર્મીનો કોલર પકડી લેતાં પોલીસને બોલાવવી પડી હતી. કતારગામ ઝોને બે સ્કૂલોને નોટીસ ફટકારતા આચાર્યની ઓફિસને સીલ મારતાં દોડતાં થયા હતા . પાર્કિંગની બાંહેધરી આપતા સિલ ખોલાયું હતું.

અઠવા ઝોને મંગળવારે વેસુની સોમેશ્વર આર્કેડ કોમ્પલેક્ષમાં ગેરકાયદે દબાણ હટાવ્યું હતું.

બકરામંડી હટાવવા જતાં ઘર્ષણ
મંગળવારે લિંબાયત ઝોને ડુંભાલમાં બકરામંડી ખાતે ઝોનના ડેપ્યુટી કમિશનર ઉપાધ્યાય અને કાર્યપાલક ઈજનેર ભૈરવ દેસાઈએ સ્થળે જઈ બકરામંડી હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી,પરંતુ કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુદ્દે અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, પોલીસ પ્રોટેકશન મળ્યું ન હતું, બંદોબસ્ત મળતાં કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...