જેસીઆઇ મહિલા વિંગ દ્વારા કેન્સર પર ટોક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જેસીઆઇ સુરતની મહિલા વિંગ દ્વારા કેન્સરની જાણકારી અને તકેદારી મહિલાઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં ડો.ઋષભ મેહતાએ વિસ્તૃત રીતે મહિલાઓમાં કેન્સર અને તેની તકેદારી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્ત્રીઓમાં સામાન્ય રીતે સ્તન, કોલોન, એન્ડોમેટ્રાયલ,ફેફસા,સર્વાઇકલ, ચામડી અને અંડાશયના કેન્સર સ્ત્રીઓને અસર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ત્રીઓમાં સ્તન કેન્સર સામાન્ય રીતે વધુ જોવા મળે છે જે સ્ત્રીઓને તેમના જીવનકાળના કોઇપણ ઉંમરે થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...