હ્યુમન લાઇબ્રેરીમાં માણસો બની જશે પુસ્તક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલી હ્યુમન લાઇબ્રેરી ડેનમાર્કના ડેનિશ યુથ ઓર્ગેનાઈઝેશનના ચાર મેમ્બર્સ રોની એબ્રેજેલ, ક્રિસ્ટોફર ઈરીચસેન, અને અસમા મૌનાએ 2000 માં આપ્યો હતો, જેનો મુખ્ય ઉદેશ્ય લોકો બુકને બદલે હ્યુમન બુકની મદદથી લોકો તેમના રસ વિશેની સમજ કેળવી શકે હતો.

પ્રોફેશનલ,ઓથર, ફેમિલી વાયોલન્સ, એડવોકેટ, ટીચર,પર્સન વીથ ડિસએબિલીટી, હેલ્થ રીલેટેડ કેન્સર/એચઆઈવી, મલ્ટી કલ્ચરર, સોસઇયલ એક્ટીવેટર, ફિલેનથ્રોપિસ્ટ, વોલિઅએન્ટર, સેક્ચવર્કર, ટ્રાન્સ જેન્ડર , ઓલ્કોહોલીક હ્યુમન

સુરતના 18 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ હ્યુમન બુક વાંચી શકશે. માટે મહિનાનો છેલ્લો અથવા પહેલો શનિવાર નક્કી કરાશે. દિવસે લાઈબ્રેરીમાં તમામ હ્યુમન બુક અવેલેબલ રહેશે. રીડર્સ દિવસે તેમની પસંદગીની હ્યુમન બુક વાંચી શકશે.

હ્યુમન લાઈબ્રેરીમાંસુરતના એવા સફળ અને યુનિક વ્યક્તિઓને પુસ્તક તરીકે પસંદ કરવામાં આવશે કે જેમના જીવનમાંથી અન્ય લોકો પ્રેરણા લઈ શકે અને તેમના પ્રશ્નો તેમજ મુંઝવણોનું સમાધાન લાવી શકે. લાઈબ્રેરીમાં લોકોનું લોકો સાથે ઈન્ટરેક્શન કરાવાશે, જેમાં હ્યુમન બુક તરીકે પસંદ કરાયેલા લોકો રીડર્સને તેમના જીવનમાં થયેલા અનુભવો અને સંઘર્ષો વિશે માહિતી આપશે.

} પીપળોદની હોસ હોટલ ખાતે લાઇબ્રેરી શરૂ કરવામાં આવશે.

સિટી રિપોર્ટર @srt_cbઅર્બનલીડર ગ્રુપ દ્વારા 1લી જુલાઇએ હ્યુમન લાઇબ્રેરી લોન્ચ કરાઇ રહી છે, જેમાં શહેરની જાણીતી વ્યક્તિઓ પુસ્તક બનશે અને સુરતીઓ એને વાંચી શકશે. પુસ્તકોને બદલે શહેરનાં જાણીતા લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શકાશે અને એમની જર્ની, એમનાં સંઘર્ષ વિશે જાણી શકાશે. હ્યુમન લાઇબ્રેરી સાથે જોડાયેલા હસ્તી રાવલે કહ્યું કે, ‘સુરતીઓ ફેસ ટુ ફેસ સંવાદ સાથે પુસ્તકો વાંચી શકે માટે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. લાઇબ્રેરી 1લી જુલાઇએ સાંજે થી 7 દરમિયાન પીપળોદની ‘ધ હોસ હોટલ’ ખાતે ખુલ્લી મૂકાશે.

અન્ય સમાચારો પણ છે...