તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સોનાની મૂરત | ભરૂચના કેબલ સ્ટેઇડ બ્રિજ કરતાં અનેક તફાવત સુરતના બ્રિજને બનાવે છે અવ્વલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનાની મૂરત | ભરૂચના કેબલ સ્ટેઇડ બ્રિજ કરતાં અનેક તફાવત સુરતના બ્રિજને બનાવે છે અવ્વલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનો પહેલો 2-વે કેબલ બ્રિજ સુરતમાં હશે

16મી સદીમાં સુરતમાં 84 વાવટા ફરકતા હોવાથી સુરતને સોનાની મુરત ગણવામાં આવી રહી છે. શહેરમાં આવી કામગીરી સતત કરવામાં આવી રહી હોવાથી આજ સુધીમાં 100 જેટલા બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. બીજીતરફ તાપી નદી પર બનાવાઈ રહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યભરમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આમ તો નર્મદા નદી પર બનાવાયેલા કેબલ સ્ટેઇડ બ્રિજને એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર હશે. આવો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરતનો બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.

ભરૂચ બ્રિજ

સુરત બ્રિજ

સુરત-ભરૂચ બ્રિજ વચ્ચે તફા‌વત

એકમાત્ર સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર હશે

એક તરફ વાહન પસાર થઇ શકે છે

4 લેન ધરાવતો પહેલો કેબલ સ્ટેઇડ બનશે

લેન

15 મીટર પહોળાઈ ધરાવતો બ્રિજ

21 મીટર પહોળાઈ ધરાવતો હશે

પહોળાઇ

50 ફૂટની ઊંચાઈ ધરાવતો પિલર છે

100 ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર હશે

પિલરની ઊંચાઇ

સ્પાનની લંબાઈ અને ટાવરની ઊંચાઇનો રેશિયો 1:15થી 1:20

સ્પાનની લંબાઈ અને ટાવરની ઊંચાઇનો રેશિયો 1:5થી 1:10

રેશિયો

સુરતની તુલનામાં ખર્ચ ઓછો

મટિરિયલ કોસ્ટ વધારે હોવાથી નિર્માણ ખર્ચ વધુ

નિર્માણ ખર્ચ

50 ટકા લોડ કેબલ મારફત ટ્રાન્સફર થાય

100 ટકા લોડ કેબલ મારફત ટ્રાન્સફર થશે

લોડ

ટાવરની ઊંચાઈ ઓછી

સ્પાનની લંબાઈ વધારે

લંબાઇ

ટાવરની ઊંચાઈ ઓછી

ટાવરની ઊંચાઈ વધારે

ઊંચાઈ

તાપી નદી પર બનાવાઈ રહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યભરમાં એક અલગ ઓળખ ઊભી કરશે. કેબલ પર બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે રાજ્યમાં સુરતમાં પ્રમાણેનો પહેલો બ્રિજ બનશે. તસવીર- રિતેશ પટેલ

139.50 કરોડના ખર્ચે તૈયાર થનારા કેબલ સ્ટેઇડ બ્રિજને જાન્યુઆરી-18માં ખુલ્લો મૂકવાની ધારણા

આવો બ્રિજ માત્ર કોલકાતામાં

^ભરૂચ કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. કેબલ પર બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે રાજ્યમાં સુરતમાં પ્રમાણેનો પહેલો બ્રિજ બનશે. > ડો.અતુલ દેસાઈ, કેબલસ્ટેઇડ બ્રિજમાં પીએચડી કરનારા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો