તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • યોગીચોક પાસે ટ્રાવેલ્સના માલિક સહિત 2 પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગીચોક પાસે ટ્રાવેલ્સના માલિક સહિત 2 પર હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યોગીચોક પાસે પોલીસ પર પથરાવ વચ્ચે ટ્રાવેલ્સ કંપનીના માલીક સહીત બે યુવકો પર હુમલો કરાયો હતો. મનીષ કુકરી ગેંગ સાથે ઘરોબો ધરાવતા અને ટ્રાવેલ્સ સંચાલકના જુના ભાગીદારે બન્ને પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાનુ મોડી રાત્રે જાણવા મળ્યુ છે.

વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા છાશવારે ચપ્પુ વડે થઈ રહેલા હુમલાને પગલે પોલીસ દોડતી થઈ છે. તો હાર્દિકની સભાને પોલીસે મંજુરી આપતા પોલીસ પર પથરાવની ઘટના વચ્ચે યોગીચોક પાસે વધુ એક ઘટના સામે આવી હતી. મોડી સાંજે તીરૂપતી સોસાયટી ખાતે રહેતા વિજય ગોદાણી અને રામજી વઘાસીયા ઉપર ઘાતકી હુમલો કરાયો હતો. મનીષ કુકરી ગેંગ સાથે ઘરોબો ધરાવતા રોનક ઉર્ફે પરી સાથે પહેલા રામજી ભાગીદારીમાં ધંધો કરતા હતા. કોઈક કારણસર બંને વચ્ચે તકરાર થતા રોનક ઉર્ફે પરી દ્વારા યોગીચોક પાસે બન્ને પર લોખંડના પાઈપ વડે હુમલો કરાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કુકરી ગેંગ સાથે ઘરોબો ધરાવતા રોનક ઉર્ફે પરીએ પાઈપથી ઘાતકી હુમલો કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો