તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવવધારો રદ કરવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવવધારો રદ કરવા રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પેસેન્જર સર્વિસ કમિટી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ મુંબઇ ડિવિઝન દ્વારા માત્ર સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂા.10થી વધારીને રૂા. 20 કરવામાં આવ્યો છે. પરંતુ રેલવેના કેટલાક અધિકારીઓનું માનવું છે કે જેનાથી યાત્રીને છોડવા આવનારા લોકોની ભીડ સ્ટેશન પર ઓછી થઇ જશે. પરંતુ જમાનામાં કોઇની પાસે ટાઇમ નથી કે પરિવારના સભ્યો જ્યારે રેલવેમાં મુસાફરી કરે ત્યારે સ્ટેશને છોડવા કે મૂકવા પરિવારના તમામ સભ્યો આવે. સ્ટેશન ના પ્લેટફોર્મ ઉપર 40થી વધુ સ્ટોલ છે. તેમજ ગેરકાનૂની ફેરિયા, બુટ પોલીસ કરતાં લોકોએ પ્લેટફોર્મ પર કબજો જમાવી દીધો છે. ઉપરાંત યુટીએસ ની આજુબાજુ 100થી વધુ રીક્ષા ચાલકો આખો દિવસ બેસી રહે છે. જેને પગલે લોકોને દૂર કરવામાં આવે તો સ્ટેશન પર ભીડ ઓછી થઇ શકે છે. પરંતુ પ્લેટફોર્મ ટીકીટના વધારાના નિર્ણયથી સીનીયર સીટીઝન, મહિલાઓ, વિકલાંગ યાત્રીઓને છોડવા આવતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે. જેથી પ્લેટફોર્મ ટીકીટના કરાયેલા વધારાને તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે પેસેન્જર સર્વિસ કમિટીએ ચેરમેન રેલવે બોર્ડ ન્યુ દિલ્હી, જનરલ મેનેજર ચર્ચ ગેટ, ડીઆરએમ મુંબઇ સેન્ટ્રલ, સીનીયર ડીઆરએમ મુંબઇ સેન્ટ્રલને પત્ર દ્વારા રજૂઆત કરી છે.

યાત્રીને છોડવા આવનારાઓની ભીડ ઘટાડવા કવાયત

પેસેન્જર સર્વિસ કમિટીએ DRM, GMને પત્ર મોકલ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો