તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વરાછામાં અસામાજિક તત્વોને નાથવા પોલીસનો એક્શન પ્લાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં અસામાજિક તત્વોને નાથવા પોલીસનો એક્શન પ્લાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાંકેટલાક દિવસોથી ચાલી રહેલી છરાબાજી અને રત્નકલાકારની હત્યાને પગલે શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. ભાજપના ધારાસભ્યોએ મામલે ઉચ્ચસ્તરે રજૂઆતો કરતાં હવે શહેર પોલીસે વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા એક્શન પ્લાન ઘડી વધારાનો સ્ટાફ તેમજ વાહનોની ફાળવણી કરી છે. સાથે એસ�”જીની 4 અને ડીસીબીની 2 ટીમો પણ તૈનાત રહેશે. 6 ટીમ નાકાબંધી, વાહન ચેકિંગ કરશે.

વરાછામાં કેટલાક દિવસોથી અસામાજિક તત્વોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ઉપરા છાપરી છરાબાજીના બનાવો બન્યા હતા. માત્ર એટલું નહીં એક રત્નકલાકારની ચપ્પુ હુલાવી હત્યા પણ કરાઈ હતી. આવા બનાવોને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. જેથી મામલે વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્યોએ કમિશનરને લેખિત જાણ કરી ઉચ્ચસ્તરે પણ રજૂઆતો કરી હતી. આખરે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી વરાછામાં વધારાનો સ્ટાફ તેમજ વાહનોની ફાળવણી કરવી પડી છે.

વધારાના 100 પોલીસ, 15 બાઈક, 3 PCR વાન

વરાછા,કાપોદ્રા, સરથાણા તેમજ પુણા પોલીસ મથકમાં અન્ય પોલીસ મથકોમાંથી વધારાના 100 પોલીસ કર્મચારી�ઓની ફાળવણી કરાઈ છે. સાથે વરાછા, કાપોદ્રા અને સરથાણામાં વધારાની 3 પીસીઆર વાન ફાળવી છે તથા બાઈક પર બે-બે કર્મચારી હથીયાર સાથે પેટ્રોલિંગ કરશે.

વરાછામાં SOGની 4, DCBની 2 ટીમ પણ તૈનાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો