તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથ્થરમારો કરી બસ સળગાવવાના કેસમાં 13ની ધરપકડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંડેસરાપ્રેમનગર-ભેંદવાડ પાસે એસટી પર પથ્થરમારો કરી બસમાં આગ ચાંપી દેવાના પ્રકરણમાં પાંડેસરા પોલીસે 13 તોફાનીઓની ધરપકડ કરી હતી. બિહારમાં વાયરલ થયેલા એક વિડીયોને પગલે ઉશ્કેરાયેલા લોકોએ બસને શનિવારે આગ ચાંપી હતી. પાંડેસરા બાટલીબોય સર્કલ નજીક ભેંદવાડના પ્રેમનગર પાસે શનિવારે રાત્રે તોફાની ટોળાએ એસ ટી બસને અટકાવીને ‘મારી નાંખો’ ‘બાળી નાંખો’ ની બુમો પાડી ધસી ગયા હતા અને મુસાફરો તેમજ ડ્રાઈવર-કંન્ડક્ટરને ધમકાવી નીચે ઉતારી દીધા હતા. બાદ બસની બારીના કાચ પથ્થર મારીને તોડી નાખ્યા હતા અને બસમાં આગ ચાંપી દીધી હતી. બિહારમાં વાયરલ થયેલા એક વિડીયોને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ બસને આગ ચાપંી હોવાનુ બહાર આવતા પોલીસે ગુનો નોંધી તોફાનીઓની શોધખોળ હાથ ધરી હતી. રવિવારે પોલીસે કેસમાં 13 તોફાનીઓને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો