તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે આવી ગયેલી મહિલા આબાદ બચી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે આવી ગયેલી મહિલા આબાદ બચી ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત રેલવે સ્ટેશન પરથી રવિવારે બપોરે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી. દરમિયાન થોડે દૂર જતાં ફાલસાવાડી ગોલ્ડન પોઇન્ટ પાસે અંદાજે 40થી 45 વર્ષની એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. મહિલા ડબ્બાની નીચે બેસી ગઈ હતી. જો કે, તેણે બૂમાબૂમ કરી મૂકતાં ટોળું એકત્ર થઇ ગયું હતું અને અંગેની રેલવે તંત્રને જાણ કરી તાબડતોબ ટ્રેન થોભાવી દેવાઈ હતી.

બનાવની ગંભીરતા જોઈને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 10 મિનિટ ટ્રેન થોભાવી દઈ લોકોએ મહિલાને બહાર કાઢી હતી. મહિલાને માથા અને હાથના ભાગે ઈજા પહોંચતાં તે બેભાન થઈ ગઈ હતી, જેને લોકોએ 108 મારફત સ્મીમેરમાં ખસેડી હતી. અલબત્ત, લખાય છે ત્યાં સુધી મહિલાની ઓળખ થઈ શકી હતી. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહિલાને હેમખેમ બહાર કાઢી

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોના જીવ અધ્ધર

ડ્રાઇવરની સમયસૂચકતાથી જીવ બચ્યો

ડ્રાઇવરની સમયસૂચકતાથી ટ્રેન નીચે આવી જતાં મહિલા જીવ માંડ બચ્યો હતો. લોકોએ રેશ્ક્યુ કરી બેભાન અવસ્થામાં મહિલાને બહાર કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો