• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અભિવાદન સમારંભ: 12માંથી 4 ધારાસભ્યો ગેરહાજર રહ્યા

અભિવાદન સમારંભ: 12માંથી 4 ધારાસભ્યો ગેરહાજર રહ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મોટા વરાછા અભિવાદન સમિતિ દ્વારા સીએનજી પમ્પની સામેના મેદાનમાં યોજાયેલા અભિવાદન સમારંભમાં ચૂંટાયેલા 12 ધારાસભ્યોનું અભિવાદન કરવાનું હતું. પણ કોઈ કારણોસર 12માંથી 4 ધારાસભ્યો ગેરહાજર રહેતા 8 ધારાસભ્યોનું અભિવાદન કરાયું હતું. આ અભિવાદન સમારંભમાં લોકોની પાંખી હાજરી હોવાનું જાણવા મળ્યું છે.

મોટા વરાછા વિસ્તારને પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતામુજબ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, સંગિતા પાટિલ અને ઝંખના પટેલ કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત સુરતના સાંસદ દર્શના જરદોશ પણ ગેરહાજર રહ્યા હતા.

પાંખી હાજરી સંદર્ભે આયોજક ધીરુ માંગરોળિયાએ કહ્યું હતું કે એક તો રજાનો દિવસ ન હતો. વળી, રાત્રે દસ વાગ્યે કાર્યક્રમ પૂરો કરવાનો હતો. જેથી કાર્યક્રમના પ્રારંભે પાંખી હાજરી હતી. જેમ જેમ સયમ થતો ગયો તેમ લોકો આવતા ગયા. અમારા આયોજન મુજબ આ કાર્યક્રમ સફળ થયો છે. તો પાસના આગેવાનોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યોનું અભિવાદન હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકોની હાજરી પાંખી હોય તે નિષ્ફળતા દર્શાવે છે. અમારે વિરોધ કરવાની કાંઈ જરૂર પડી જ નહીં.

અન્ય સમાચારો પણ છે...