તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ દસ્તાવેજ ઊભા કરી ઠગોએ 10 વાહનની લોન લીધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લાલગેટનીએક બેંક માં અન્યના નામના બોગસ દસ્તાવેજો રજુ કરીને દસ વાહનોની લોન મંજુર કરાવી પલાયન થઈ ગયા હતા.

નાણાવટ પાલે આવેલી એચ.ડી.એફ.સી.ની લાલગેટ શાખા માંથી 2014 માં આયાઝ દાઉદ મર્ચન્ટ ફાતેમાં અયાઝ મરચન્ટ અને રીયાઝ અયાઝ મરચન્ટના દસ્તાવેજી પુરાવા રજુ કરી એકાઉન્ટ બોલાવવામાં આવ્યુ હતું. બેન્ક એકાઉન્ટના આધારે બેંક માંથી 10 વાહનો માટે 60,41,420ની લોન મેળવી લેવાઈ હતી અને મુદ્દલ પેટે રૂ.10,34,698 જમા કરાવાયા હતા. લોન લઈ લીધા બાદ બાકીની મુદ્દલ 50,06,722 તેમજ બેંકની પેનલ્ટી અને વ્યાજની રકમ જમા કરાવાઈ હતી. બેંક દ્વારા ઉઘરાણી હાથ ધરાતા અસલ અયાઝ મરચન્ટની જગ્યાએ કોઈ અન્ય અયાઝ બનીને લોન લઈ ગયો હોવાનુ બહાર આવ્યુ હતું. લોન માટે રજુ કરેલા ફોટો અને અયાઝ મરચન્ટ અલગ અલગ હોય ફોટા બાબતે તપાસ કરતા અયાઝ મરચન્ટના બોગસ દસ્તાવેજો રજુ કરી વડોદરાના ફારૂક અબ્દુલ સત્તાર મનસુરી એક અજાણી મહિલા અને અન્ય એક અજાણ્યાએ ભેગા મળી છેતરપિંડી કરી હોવાનુ બહાર આવ્યુ હતું. અધિકારી અશોકભાઈ પીપરોડીયાએ ત્રણે સામે લાલગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે લાલગેટ પોલીસે ગુનો નોંધી ત્રણેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો