તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુમુલ ડેરી બાદ હવે ચોર્યાસી ડેરી પણ દૂધમાં ભાવવધારો ઝીંકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુમુલ ડેરી બાદ હવે ચોર્યાસી ડેરી પણ દૂધમાં ભાવવધારો ઝીંકશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દર વર્ષે દૂધ મંડળીઓ દ્વારા કરવામાં આવી રહેલા ભાવ વધારાની પ્રથા મુજબ પખવાડિયા અગાઉ સુમુલ-અમુલ દ્વારા કરવામાં આવેલો ડેરી પ્રોડક્ટનો વધારાની રાહે ચોર્યાસી ડેરી પણ ચાલી રહી છે. આજરોજ થનારી બેઠકને મોકુફ રાખવામાં આવી છે. આવનારા દિવસોમાં ચોર્યાસી ડેરીની મેનેજીંગની બેઠક મળ્યા બાદ દૂધના લિટર દીઠ ભાવમાં વધારો કરવામાં આવશે.

શહેરમાં ચોર્યાસી ડેરીના 200 જેટલા ફેરિયાઓ અને નાના મોટા ડેપો મળીને 280 જેટલા કેન્દ્વો પરથી શહેરીજનો દૂધની ખરીદી કરતાં હોય છે. જાન્યુઆરી 2016 ની સરખામણીએ હાલ ઘીના ભાવમાં પણ 70 રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

બેઠક બાદ 2.5થી 3 રૂપિયા વધારવામાં આવશે

^અન્ય મંડળીઓની સરખામણીએ ઘીમાં 20 રૂપિયા ઓછા વસૂલાય છે. જ્યારે સુમુલે કરેલા વધારા બાદ લીટર દીઠ56 થી 58 રૂપિયા વસૂલાઇ રહ્યા છે. જ્યારે ચોર્યાસીના દૂધનો ભાવ હાલ 51.50 રૂપિયા છે. બેઠક બાદ 2.50 થી 3 રૂપિયાનો વધારો કરાશે.>ભરત પટેલ,ડિરેક્ટર,ચોર્યાસી ડેરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો