તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ટેન્ડરિંગ પ્રક્રિયાને નેવે મુકી એકજ એજન્સી પાસેથી પ્લાન્ટ લેવા દબાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્ડરિંગ પ્રક્રિયાને નેવે મુકી એકજ એજન્સી પાસેથી પ્લાન્ટ લેવા દબાણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાસ્મો યોજનામાં અધિકારીઓ અને એજન્સીની મિલિભગતમાં કૌભાંડ

વર્ષ 2010થી 2015 સુધીમાં ગુજરાત સરકારની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વાસ્મો યોજના અંતર્ગત ઓલપાડ તાલુકાના કુલ્લે 36 જેટલા ગામોની ગ્રામપંચાયતોને મિનરલ વોટર પ્લાન અપાયા છે. ત્યારે સાંસદની ગ્રાન્ટમાંથી મિનરલ વોટર પ્લાન આપવામાં અધિકારી અને એજન્સીએ ભેગા મળી મોટું કૌભાંડ કર્યો હોઈ જે બાબતે તપાસ કરતા અનેક વિધ ચોંકાવનારી બાબતો બહાર આવી છે. ઓલપાડ તાલુકાના મીરજાપોર, દેલાસા, કમરોલી, મોર ગામોમાં પણ યોજનામાંથી ગ્રામપંચાયતને મિનરલ પ્લાન આપવામાં આવ્યો હોઈ તમામ ગામના મિનરલ પ્લાન આજદિન સુધી કાર્યરત નથી કરાયા.

સાંસદની સરકારી ગ્રાન્ટથી ઓલપાડ તાલુકાના ગામોમાં મિનરલ પ્લાનની અવદશા સાથે પ્લાન આજદિન સુધી કાર્યરત કરવાની વાતે માજી સરપંચોની મુલાકાત લેતા પોતાનું નામ જાહેર કરવાની શરતે આપેલી માહિતી મુજબ સાંસદની ગ્રાન્ટમાંથી વાસ્મો યોજના અંતર્ગત પંચાયતોને મીનરલ પ્લાન માટે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ પંચાયતોએ ટેન્ડર પક્રિયા મુજબ કામગીરી કરી યોગ્ય એજન્સી પાસેથી મિનરલ પ્લાન્ટની ખરીદી કરવાની હોઈ છે તેને બદલે અધિકારીઓનું એક એજન્સી સાથે સેટિંગ હોઈ તેજ એજન્સી પાસેથી મિનરલ પ્લાન લેવા સરપંચોને મજબુર કરાતા હતા. જેથી સરપંચોએ પણ કોઈપણ જાતની પંચાયત દફ્તરે ટેન્ડર પક્રિયા કર્યા વીના અધિકરીઓને કહેવા મુજબની એજન્સી પાસેજ પ્લાન મુકાવી કૌભાંડમાં સહભાગી બનતા અનેક ગામોમાં આજેપણ પ્લાન બંધ છે. વાસ્મોના અધિકારીઓનું એજન્સી સાથે મેળાપીપળામાં તેમના દ્વારા સરપંચોને પણ ખોટું કરવા પ્રેર્યા છે.

હું બાબતે કઈ નથી જાણતો

^પા.પુપાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર કે જેમની એક મહિના પહેલા સુરત ખાતે બદલી થઈને આવતા તેમને ઓલપાડ તાલુકામાં વાસ્મો યોજનામાંથી મિનરલ પ્લાન આપવાની કામગીરીમાં અધિકારીઓ દ્વારા એજન્સી સાથેની મિલીભગતમાં કૌભાંડ કરવા સાથે પંચાયતોને આપેલા મિનરલ પ્લાન ધુરખાતા પડેલા હોવાની ગંભીર બાબતે પૂછતાં તેમને “હું બાબતે કંઈ નથી જાણતો’ કહી પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા હતા. > એસ.કે.જૈન,કાર્યપાલકઈજનેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો