તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડુમસમાં કારનો કાચ તોડી મોબાઇલ અને પર્સની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસમાં કારનો કાચ તોડી મોબાઇલ અને પર્સની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસપરીવાર સાથે ફરવા માટે ગયેલા ઓઈલ કંપનીના કર્મચારીની કારનો કાચ તોડી કેમેરા, મોબાઈલ અને પર્સની ચોરી કરી અજાણ્યો ફરાર થઈ ગયો હતો. જેથી ચોરી અંગે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

ડુમસ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરા સીટીલાઈટ સરલવ એપાર્ટમેન્ટ ખાતે રહેતા શિરીષકુમાર માવચી હજીરાની એક ઓઈલ કંપનીમાં નોકરી કરે છે. તેઓ રવિવારે સવારે તેમના પરીવાર સાથે ડુમસ ખાતે ફરવા માટે ગયા હતા. શિરીષભાઈ પરીવાર સાથે બીચ પર ફરવા માટે ગયા હતા. ત્યારે તેમની કારને અજાણ્યાએ નિશાન બનાવી હતી. ઈનોવા કારનો કાચ તોડી અજાણ્યો કાર માંથી બે કેમેરા એક મોબાઈલ ફોન તેમજ રોકડા રૂ.5 હજાર સહીતના બે પર્સ મળી કુલ રૂ.45,500ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બીચ પરથી પરત ફરેલા શિરીષકુમાર અને તેમનો પરીવાર કારનો કાચ તુટેલો જોઈ ચોંકી ઉઠ્યા હતા. કાર માંથી કેમેરા સહીતની મત્તાની ચોરી થઈ હોવાની જાણ થતંા ડુમસ પોલીસને ચોરીની ફરીયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો