તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા વરાછામાં વકીલના ઘરમાંથી 7.20 લાખની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટાવરાછામાં વિદેશ ફરવા માટે ગયેલા વકીલના બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. બંગલાની બારીની ગ્રીલના સ્ક્રુ ખોલી તસ્કરો બંગલામાં પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહીત રૂ.7.20 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મોટા વરાછા સુદામાં ચોક સર્જન બંગલોઝ ખાતે રહેતા કમલેશ ખુંટ વકીલ છે. હાલ તેઓ ઓસ્ટ્રેલિયા ખાતે ફરવા માટે ગયા છે. ત્યારે તેમના બંધ બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તા.14મી માર્ચથી રવિવારે બપોર દરમિયાન કોઈક સમયે બંગલાની બારીની ગ્રીલના સ્ક્રુ ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં મુકેલી તીજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂ.3.5 લાખ સહિત રૂ.7.20 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બંગલાની બારીની ગ્રીલ તુટેલી હોવાની જાણ પાડોશીને થતા કમલેશભાઈને ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો