તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • યુએસના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 3 સાથે 17 લાખથી વધુની ઠગાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુએસના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 3 સાથે 17 લાખથી વધુની ઠગાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | અમરોલીમાંરહેતા એક વિદ્યાર્થી સહિત 3 સાથે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને રૂ.17 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

અમરોલી શિવનગર સોસા.ખાતે રહેતા રશ્મીન શિંગાળા અભ્યાસ કરે છે. તેમના ભાઈ ચિંતનને વરાછા પોદ્દાર આર્કેડમાં આવેલી મેકોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રા. લિ.માંથી અમેરિકાના સ્ટુડન્ટ વીઝા અપાવતા હોવાની માહિતી મળતાં તેઓ મેનેજર જીગર પંચાલને મળ્યા હતા. તેણે 15 હજાર ભરાવી પ્રોસેસ શરૂ કરી હતી. કોલેજમાં એડમીશન પેટે ડિસે. 2015માં 4,00,600 લીધા હતા. જોકે અરજીઓ રદ્દ થઈ હતી. જેથી ચિંતન અને તેના પિતાએ જીગર પંચાલ પાસે જઈ રૂપિયા પરત માંગતા તેણે 4,00,600નો ચેક આપ્યો તે ચેક રિટર્ન થતાં તેમણે કંપની વિશે તપાસ કરતાં કંપનીએ જૈમીન પટેલ પાસે રૂ.7.48 લાખ, પ્રજ્ઞેશ શાહ પાસેથી રૂ.3.73 લાખની તેમજ અન્યો સાથે આવી રીતે ઠગાઇ કર્યાનું બહાર આવ્યું હતું. આખરે રશ્મીન તેમજ ભોગ બનેલા અન્ય બંને યુવકોએ જિજ્ઞેશ પંચાલ, વિશાલ મંકોડી, હેમાંગ અને જીગર પંચાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોદ્દાર આર્કેડમાં ઓફિસ શરૂ કરી ભેજાબાજોએ લોકોને છેતર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો