તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સમિતિના હાજરી કૌભાંડમાં આચાર્ય સહિત 3 કર્મચારીને શો કોઝ નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિના હાજરી કૌભાંડમાં આચાર્ય સહિત 3 કર્મચારીને શો-કોઝ નોટિસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતારગામ લલીતા ચોકડી પાસે આવેલ શાળા ક્ર. નં 239ની શિક્ષિકા સીમાબેન રાઠોડ લાંબા સમયથી શાળામાં ગેરહાજર હોવા છતાં તેમનો દર મહિને નિયમિત પગાર ચૂકવાતો હતો. આચાર્ય દર્શનાબેન શાહએ અવાર નવાર સમિતિ અને શાસનાધિકારીને જાણ કરી હતી. છતાં શાસનાધિકારીએ કોઇ કાર્યવાહી કરી નહિં ને સીમાબેનને મફતનો પગાર અપાતો હતો. અંગે અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ શરૂ થઇ હતી. કેસમાં ગઇકાલે ગેરહાજર રહેનાર શિક્ષિકા સીમાને ફરજ મોફૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. સમગ્ર કેસમાં વહીવટી વિભાગના કર્મચારી સાથે આચાર્યની બેદરકારી છે કે કેમ તે હાલમાં તપાસનો વિષય છે. જેથી વહીવટી વિભાગના ક્લાર્ક ભાવનાબેન, રાજેશભાઇ રાણા અને શાળાના આચાર્ય દર્શનાબેન શાહને શાસનાધિકારીએ શો-કોઝ નોટીસ આપી છે. શો-કોઝ નોટીસનો બે દિનની અંદર જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.

બે ક્લાર્કને પટાવાળા બનાવી દેવાની ચીમકી

હાજરીકૌભાંડમાં પ્રાથમિક તપાસમાં વહીવટી વિભાગના કર્મચારીઓની બેદરકારી તો સામે આવી છે પરંતુ સાથે સાથે શાસનાધિકારીની પણ ગંભીર બેદરકારી છતી થઇ છે. જો કે પોતાની ફરતે ગાળિયો ફીટ થાય તે પહેલા નીચલા લેવલના કર્મચારીઓ પર તવાઇ લાવવાની શાસનાધિકારીએ હિલચાલ શરૂ કરી દીધી છે. સોમવારે શાસનાધિકારીએ વહીવટી વિભાગના ક્લાર્ક ભાવનાબેન અને રાજેશ રાણાને પટ્ટાવાળા બનાવી દેવાની ચિમકી આપી હોવાનું સમિતિના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે.

શાળાના બંને ક્લાર્ક, આચાર્ય પાસે બે દિવસમાં જવાબ આપવા જણાવાયું

કેશોદ અકસ્માતમાં સહાય કૌભાંડમાં તપાસ શરૂ

એકવર્ષ અગાઉ સમિતિની છાપરાભાઠાની શાળાના વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર પ્રવાસે લઇ જવાયો હતો. જેમાં કેશોદ પાસે બસને અકસ્માત નડતાં બે વિદ્યાર્થીની સહિત ચારના મોત થયા હતા. પ્રકરણમાં મૃતકના પરિવારજનોને સહાયના નામ પર 4 હજાર શિક્ષકો પાસેથી ઉઘરાવેલા લાખોના ફંડમાંથી 3 લાખની કટકી મારવામાં આવી હોવાનું વિજિલન્સ તપાસમાં બહાર આવ્યું હતું, વિજિલન્સ તપાસ બાદ કેસમાં શાસનાધિકારી સામે ખાતાકીય તપાસ મૂકાઇ છે. કતારગામ ઝોનના આસી. કમિ. જગદીશ પટેલ સહિતના 3 અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો