તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધારમાં માલ ખરીદી રૂપિયા 34.55 લાખની છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ન્યૂસિટીલાઈટ મોનીલ પાર્ક ખાતે રહેતા અમિત આદેશ્વર જૈન ગોલ્ડમાઈન મેટેલિકના નામથી જરી બદલાનો વેપાર કરે છે. જાન્યુઆરી 2016માં નાના વરાછા અમીધારા ખાતે રહેતા જિજ્ઞેશ પટેલે બમરોલી રોડ સાઈ આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શિવ શક્તિ મેટાલિક નામથી જરી બદલાનું ખાતું શરૂ કર્યું હતું અને અમિત જૈન પાસેથી જરી બદલાનો માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ કરીને અમિતનો વિશ્વાસ કેળવી લીધો હતો. બાદ જાન્યુ.2016થી માર્ચ-16 દરમિયાન રૂ.34,55,543નો માલ ઉધારમાં ખરીદ્યો હતો. પેમેન્ટની મુદત વિતી જવા છતાં પેમેન્ટ ચૂકવ્યું હતું. ઉઘરાણી બાદ પેમેન્ટની ચુકવણી થતાં આખરે પોતે છેતરાયા હોવાની અમિતભાઈને જાણ થઈ હતી. જેથી તેમણે પાંડેસરા પોલીસ મથકમાં જિજ્ઞેશ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂ સિટીલાઇટના જરીના વેપારી સાથે ઠગાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો