તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભટારમાં યુપીવાસી પર હુમલો શાકભાજીની લારી ઊંધી વાળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભટારમાં યુપીવાસી પર હુમલો શાકભાજીની લારી ઊંધી વાળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુપી-બિહારમાંડો.આંબેડકરની પ્રતિમાના ફરતા થયેલા વિવાદીત વીડીયોના પગલે પાંડેસરામાં બસને આગ ચાંપવાના પ્રકરણ બાદ વધુ એક બનાવ સામે આવ્યો છે. વીડિયો યુપી- બિહારનો હોવાથી ભટારમાં યુપી વાસી સાળા-બનેવી પર હુમલો કરાયો હતો તેમજ શાકભાજીની લારી પણ ઉંધી વાળી દેવાઈ હતી. બનાવ અંગે બન્નેએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વીડિયો હાલ શહેરની શાંતિને પલીતો ચાંપવા કેટલાંક તત્વો દ્વારા શહેરમાં ફરતો કરાયો છે. બે દિવસ પહેલા પાંડેસરામાં કેટલાક તોફાનીઓએ એસટી બસને આગ ચાંપી દીધી હતી. ઘટનામાં પોલીસે રવિવારે 13 તોફાનીઓની ધરપકડ પણ કરી હતી. ત્યાં રવિવારે રાત્રે વીડિયોને કારણે વધુ એક બનાવ બન્યો છે. ભટાર ખાતે રહેતા સુરેશકુમાર લાલજીભાઈ પટેલ શાકભાજીની લારી ચલાવે છે. રવિવારે તેઓ પોતાની લારી પર હતા ત્યારે પ્રદિપ નામનો યુવક તેના અન્ય પાંચ સાથીદારો સાથે ત્યાં આવ્યો હતો.

ડો.આંબેડકરની પ્રતિમાના વિવાદિત વીડિયોના પ્રત્યાઘાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો