તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મચ્છરોની ફરિયાદોના ‘ડંખ’થી તંત્ર દોડ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં મચ્છરોના ત્રાસમાં વધારો થયો હોવાની વ્યાપક ફરીયાદ પાલિકામાં કરવામાં આવી છે. કારણ કે વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ભરાયેલા પાણીને લીધે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. ઉપરાંત ઉધના, લિંબાયત તથા વરાછા વિસ્તારમાં આવેલી ખાડીને કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. તેના કારણે પાણીમાં મચ્છરો પેદા નહીં થાય તે માટેના પગલાં ભરવામાં આવે તેવી અનેક ફરીયાદ લોકોની સાથે સાથે કોર્પોરેટરો પણ કરી રહ્યા છે. કેટલાક કોર્પોરેટરોએ તો અધિકારીઓને સ્થળ મુલાકાત કરાવીને મચ્છરોનો ત્રાસ દુર કરવા માટે પણ તાકીદ કરી છે. જેને કારણે આજે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ હેમંત દેસાઇ અને આરોગ્ય અધિકારી આશિષ નાયકની અધ્યક્ષતામાં સાતેય ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તથા જંતુનાશક અધિકારીઓ સાથે બેઠક યોજીને શહેરમાં તાત્કાલિક મચ્છરોનો ત્રાસ દુર કરવા માટે આદેશ કર્યા છે.અને તમામ મદદ લઇને સમસ્યાનો જલદી નિરાકરણ લાવવા કહેવાયું છે.

અઠવા-રાંદેર ઝોનમાં મચ્છરોના ત્રાસમાં વધારો થયો હોવાની વ્યાપક ફરિયાદ

ફોગિંગના નામે ચાલતુ ધુપ્પલ બંધ થાય તો મચ્છરોના ઉપદ્રવમાં ઘટાડો થઇ શકે

મચ્છરોનોત્રાસ દુર કરવા ઘરે ઘરે જઇને સર્વેની કામગીરી તો શરૂ કરાઈ છે, પણ ખુલ્લા પ્લોટ, ખાડી કિનારે, કેનાલની આસપાસ ફોગીંગ કરવામાં આવે છે. તેમાં કેટલીક જગ્યાઓ પર કામગીરી કરવામાં આવી હોવાનો રીપોર્ટ આપવામાં આવે છે પરંતુ તે જગ્યા પર ફોગીંગ કરવામાં આવતુ નહીં હોવાની પણ ફરીયાદ ઉઠવા પાંમી છે. જેથી ફોગીંગના નામે કેટલાક વિસ્તારોમાં ચાલતા ધુપ્પલને અટકાવીને ખરા અર્થમાં કામગીરી કરવામાં આવે તો પણ મચ્છરોના ત્રાસમાં ઘટાડો થઇ શકે તેમ છે.તેમ હાલતો જાણવા મળી રહયું છે.

સાતેય ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સાથે બેઠક કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો