તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પાલિકા કચેરીમાં કમ્પ્યુટર પર કર્મચારી ગેમ રમતાં કંડારાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા કચેરીમાં કમ્પ્યુટર પર કર્મચારી ગેમ રમતાં કંડારાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | તાજેતરમાંમહાનગરપાલિકા કમિશનરે એક પરિપત્ર જાહેર કરી પાલિકા કર્મીઓને ફરજ દરમ્યાન મોબાઈલ ચેટિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ફરમાનથી મહદ્અંશે કોઈ સારો ફેર પડ્યો હોવાના દ્દશ્યો સામે આવી રહ્યા છે. માર્ચ એન્ડિંગની કામગીરીના ધમધમાટ વચ્ચે પણ કેટલાક કર્મચારીઓ ‘કેન્ડી ક્રશ, રમી અને સોલિટર’ મોબાઈલ ગેમ રમતા આબાદ જોવા મળી રહ્યા છે. મોબાઈલ ચેટિંગ તો ઠીક કેટલાક કર્મીઓ તો ઓફિસમાં કોમ્પ્યુટર પર પત્તાની ગેમ રમી સમય વેડફી રહ્યા હોવાનું પણ નજરે ચઢ્યું હતું. કમિશનરના પરિપત્રની છડેચોક અવગણના છતાં જવાબદારોની ચૂપકીદીથી ‘દાલ મેં હીં કાલા’ની કહેવત યાદ આવી ગઈ હતી.

જવાબદારી નક્કી કરાશે

^ફરજદરમ્યાન મોબાઈલ અને કોમ્પ્યુટર ઉપર સમય વેડફતા કર્મીઓની ફરિયાદના આધારે નવા પરિપત્રની ઘોષણા કરાઈ હતી. છતાં કર્મચારી પગલાને સહજ લઈ ગેમ રમતા પકડાયા તો વિભાગીય વડા અધિકારીની પણ જવાબદારી નક્કી કરી તેમની સામે પણ પગલા ભરવામાં આવશે. કાર્યવાહીમાં કર્મચારીને શો-કોઝ નોટિસ અને મેમો આપી દંડિત પણ કરાશે. > કમલેશનાયક, આસિસ્ટન્ટકમિશનર

કમિશનરનું ફરમાન છતાં પત્તાની ગેમનો મોહ છૂટતો નથી

મનપા કચેરીના બીજા માળે કોમ્પયુટર પર ગેમ રમતો કર્મચારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો