તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેચર ક્લબ ચકલીઓની ગણતરી કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘વિશ્વ ચકલી દિવસ’નિમિત્તે નેચર ક્લબ સુરત દ્વારા ‘સ્પોટ યોર સ્પેરો કોન્ટેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતીઓ ચકલીઓના ફોટો, તેમની સંખ્યા અને ગુગલ લોકેશન સાથેનું સરનામું નેચર ક્લબ સુરતને વોટ્સએપ પર આપી શકશે. માહિતી દ્વારા ઘટતી જતી ચકલીઓની સંખ્યા છતાં, અત્યાર સુધીની તેમની સંખ્યાની માહિતી મળી શકશે, અત્યાર સુધી સુરતમાં ચકલીઓની હાજરી વિશે કોઈ ગણતરી થઇ નથી. સુરતના શહેરીજનો તરફથી મળતી માહિતીને નેચર ક્લબ સુરત દ્વારા ભેગી કરીને ચકલીની હાજરીના સ્થળોની નોંધ વેબસાઈટ પર મૂકી મહત્તમ લોકો સુધી પહોચાડવામાં આવશે. જે વ્યક્તિ દ્વારા ચકલીના સ્થળોની વધુમાં વધુ માહિતી આપવામાં આવશે તે વ્યક્તિને નેચર ક્લબ સુરત દ્વારા વેબસાઈટ પર પ્રોત્સાહિત કરવામાં આવશે. નેચર ક્લબ દ્વારા ચકલીના બિહેવિયર પ્રમાણે બર્ડ ફીડર બનાવ્યા છે. ચકલીઓને ઓછી સમસ્યા ઉભી થાય અને અનાજ પણ સાફ રહી શકે તેવા વૈજ્ઞાનિક ઢબે બર્ડ ફિડર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે કાબર, લેલું અને દૈયડ પક્ષીઓ સાથે માળા માટે હરીફાઈ થાય તેવા માત્ર ચકલીને યોગ્ય માળાઓની વ્યવસ્થા કરાઇ છે. આપણા પર્યાવરણનું એક મહત્વનું બાયો-ઈન્ડીકેટર હોવાથી ઘર ચકલીની સંખ્યામાં થતો ઘટાડો આપણા પર્યાવરણમાં થતો ઘટાડો પણ સૂચવે છે. ઘર ચકલીની સંખ્યામાં થતાં ઘટાડા માટે આવાસની ઉણપ, ખોરાકનો અભાવ અને મોબાઈલ ટાવરના ઇલેક્ટ્રો-મેગ્નેટિક રેડીએશન જેવા ઘણા કારણો જવાબદાર છે. જેથી બાબતની જાગૃત્તિ સુરતીઓમાં જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો