તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટ્રાઇબલ મ્યુઝીયમમાં ટ્રાઇબ્સ દ્વારા વર્કશોપ લઇ કલા શીખવાડાશે

ટ્રાઇબલ મ્યુઝીયમમાં ટ્રાઇબ્સ દ્વારા વર્કશોપ લઇ કલા શીખવાડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુઝિયમમાં ટ્રાઈબલ જાતિની હસ્તકલાની વસ્તુઓ જેવી કે તેમનું ભરતગુથણ, જીવન જરુરીયાતની વસ્તુઓ , ખેતીના સાધનો, શણગારની વસ્તુઓ , તેમના કલ્ચર અને તહેવારોને સ્કલ્પચરના સ્વરુપમાં રજુ કરવામાં આવશે. વિવિધ સ્કલ્પચર યુનિવર્સિટીના ફાઈન આર્ટ અને આર્કિટેક્ચરના વિવિધ સ્ટુડન્ટ્સ દ્વારા બનાવવામાં આવશે.

સિટી રિપોર્ટર @srt_cbયુનિવર્સિટીમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીનાં ઇતિહાસથી અને ટ્રાઇબલ આર્ટથી માહિતગાર થાય હેતુથી યુનિવર્સિટીનાં ફાઇન આર્ટ, ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ‘ટ્રાઇબલ મ્યુઝીયમ’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં સાઉથ ગુજરાતનાં ટ્રાઇબલ કલ્ચરને સ્કલ્પચર પેઇન્ટિંગ અને લોકગીત તેમજ લોકનૃત્યનાં માધ્યમથી રજૂ કરવામાં આવશે. પ્રોફેસર શિવરાવ.આર.સી.એ આપેલી માહિતી પ્રમાણે મ્યૂઝીયમ ઓગસ્ટમાં ખુલ્લું મૂકવામાં આવશે.

ફાઇન આર્ટ, ઇન્ટિરિયર-આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર થનારા ટ્રાઇબલ મ્યૂઝીયમમાં યુનિવર્સિટીનો ઇતિહાસ પણ મૂકાશે

ટ્રાઈબલ સેન્ટર લોકો માટે એક ઈન્ટરપ્રિટેશન સેન્ટર બનશે, જેમાં યુનિવર્સિટીની પ્રોફાઈલ રજુ કરવામાં આવશે. પ્રોફાઈલમાં યુનિવર્સિટીની સ્થાપનાના વિચારથી માંડીને તેના વિકાસ અને ભવિષ્યનાં ડેવલપમેન્ટ સુધીની તમામ માહિતી પેઈન્ટીંગના માધ્યમથી વાર્તાના સ્વરુપમાં રજુ કરવામાં આવશે.

ટ્રાઈબલ મ્યુઝીયમમાં અઠવાડીયામાં એક વખત ટ્રાઈબલ જાતિના લોકો દ્વારા તેમના પ્રખ્યાત લોકગીત અને લોક નૃત્ય ભજવવામાં આવશે. જેમા ંદરેક જાતિ પોતાનાં લોક નૃત્ય અને લોક ગીતો તો રજૂ કરશે પણ વિશે માહિતી પણ આપશે. આયોજનમાં યોજાનારા કોઇપણ કાર્યક્રમને દરેક સુરતી વિનામુલ્યે નિહાળી શકશે.

ટ્રાઈબલ સ્ટુ઼ડીયોમાં દક્ષિણ ગુજરાતની ટ્રાઈબલ જાતિઓ દ્વારા સુરતીઓ માટે વિવિધ વર્કશોપ યોજાશે, જેમાં તેઓ તેમના પ્રખ્યાત લોકગીત અને લોકનૃત્ય શીખવશે. સાથે વિવિધ હસ્તકલાઓ જેવી કે કરછી વર્ક, આરી વર્ક, આભલાવર્ક અને વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની જુદીજુદી રીતો પણ શીખવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...