તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સંદિપકુમારે 8 કલાક 24 મિનિટમાં 87 કિમી પૂરા કર્યા, 92 વર્ષનાં ફાસ્ટેસ્ટ ભારતીય રનર બન્યા

સંદિપકુમારે 8 કલાક 24 મિનિટમાં 87 કિમી પૂરા કર્યા, 92 વર્ષનાં ફાસ્ટેસ્ટ ભારતીય રનર બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધિ |10કલાકને 22મિનિટમાં મેરેથોન પૂરી કરી

જોઇએ એવી પ્રેક્ટિસ કરી ન્હોતી એટલે મને લાગતું હતું કે હું મેરેથોન પૂરી કરી શકીશ કે નહીં. 55 કિમી સુધી પહોંચ્યો ત્યારે એવો હાંફી ગયેલો કે મને લાગ્યું કે હવે વાત પૂરી દોડી નહીં શકું. ત્યાં મેં એક બ્લાઇન્ડ માણસને મેરેથોન દોડતા જોયો. એને જોઇને મને લાગ્યું કે જો દોડી શકતો હોય તો હું કેમ નહીંω મેં મુઠ્ઠીઓ વાળી અને ફરી દોડવાનું શરૂ કરી દીધું. પછી 87 કિમી પૂરા થયાં ત્યાં સુધી સતત દોડતો રહ્યો.

સુરતીઓએ લીધો હતો ભાગ | રાજીવશેઠ, ડો. નિપુન જીંદલ, ડો.પ્રભાકર સિંઘ, ડો.પૂજા નાડકર્ણી, ડો. આશિષ કાપડિયા, કિન્નરી કોઠારી, પ્રીતિ ખુરાના, દિપક મુંદ્રા, સારુ સરાફ, સંદિપ કુમાર, ધિર્વન્ત ગિલ, મન પટેલ, અનિલ માંડવીવાલા, સુરેશ ડાખરા, લલિત પેરીવાલા, ડો.કલ્પેશ જોષી

સિધ્ધિ | 87કિમીની મેરેથોન 8.49 મિનિટમાં પૂરી કરી ભારતનો યંગેસ્ટ અલ્ટ્રા રનર બન્યો, હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાશે.

મેં સાપુતારા જઇને પ્રેક્ટિસ કરી હતી પણ જ્યાં દોડવાનું હતું એની હિલ બહુ ઉંચી હતી. દોડવાનું શરૂ કર્યું ત્યારે ખૂબ ઠંડી હતી અને એટલે શરૂઆતમાં તો બહુ તકલીફ પડી. હું 87 કિમી સતત દોડતો રહ્યો. એક મિનિટ પણ વેડફાઇ જાય મને મંજૂર ન્હોતું. એકપણ સેકંડ ઊભા રહ્યાં વિના હું દોડતો રહ્યો-કારણ કે મને ડર હતો કે હું કટઓફ ટાઇમ ચૂકી જઇશ. જો કે મેં બહુ પ્રેક્ટિસ કરી હતી અને હું સાપુતારા સુધી દોડતો જતો હતો. પ્રેક્ટિસ મને રેકોર્ડ બનાવવામાં કામ આવી.

ફ્રિકામાં યોજાયેલી વિશ્વની ટફેસ્ટ 87 કિમીની કોમરેડ્સ મેરેથોનમાં સુરતનાં સંદિપ કુમારે ફાસ્ટેસ્ટ ભારતીય રનરનો ખિતાબ જીતી લીધો. સંદિપ કુમારે મેરેથોન માત્ર 8.24 કલાકમાં પૂરી કરી-છેલ્લાં 92 વર્ષમાં કોઇ ભારતીયએ આટલાં ઓછા કલાકમાં મેરેથોન પૂરી કરી હોય એવી પહેલી ઘટના છે. સાથે 20 વર્ષનાં મન પટેલે 8.49 મિનિટમાં મેરેથોન પૂરી કરીને ભારતનાં સૌથી યંગેસ્ટસ અલ્ટ્રા રનરનો ખિતાબ જીતી લીધો છે.

સિધ્ધિ | 87કિમીની મેરેથોન માત્ર 8 કલાક 24 મિનિટમાં પૂરી કરીને 92 વર્ષનાં સૌથી ફાસ્ટેસ્ટ ભારતીય રનર બન્યા

પ્રેક્ટિસ માટે પાંચ મહિનામાં હું 2100 કિમી દોડ્યો હતો એટલે રેસ પૂરી થાય એવો તો પ્રશ્ન ન્હોતો. સવાલ માત્ર રેકોર્ડ બનાવવાનો હતો. રેકોર્ડ બનાવવા માટે ટેકનિક્સ એપ્લાય કરવી પડે છે. આટલું બધું એકધારું દોડો ત્યારે શરીરની સાથે સાથે મગજ પણ થાકી જાય છે. હું 87 કિમી દરમિયાન એકપણ મિનિટ ઊભો રહ્યો નથી. પાણી પણ દોડતાં-દોડતાં પીધું છે. મને ત્યાંનાં લોકલાઇટ્સે બહુ મદદ કરી અને દોડી રહ્યો હતો ત્યારે મને ખાવાનું પણ આપ્યું અને પાણી પણ.

ટેકનિક| શરૂઆતમાંખૂબ ધીમે દોડ્યો. 30 કિમી પૂરા થયા પછી સ્પીડ વધારી અને 50 કિમી પૂરા કર્યા પછી સ્પીડ એકદમ વધારી દીધી. થાક લાગે ત્યારે ઊભો ન્હોતો રહેતો-સ્પીડ ઓછી કરી દેતો હતો.

અન્ય સમાચારો પણ છે...