તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવતા પહેલાં પાયાની સુવિધા આપવા માંગ

સુરત સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવતા પહેલાં પાયાની સુવિધા આપવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પશ્ચિમરેલવેના મુંબઈ ડિવિઝનની વિવિધ સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત ડીવીઝનલ અને ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીની બેઠક આગામી 13મી અને 16મી જૂનના રોજ નક્કી કરાઈ છે. જેમાં નિયુક્ત સભ્યો સુરત રેલવે સ્ટેશન સહિત વિવિધ રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાને ધ્યાનમાં રાખી ચર્ચા-વિચારણા કરશે.

13મી જૂનના રોજ મળનારી ડીઆરયુસીસીની બેઠકમાં પાયાની સમસ્યા માટે ઝેડઆરયુસીસી સભ્ય છોટુભાઈ પાટિલે સેક્રેટરીને વિવિધ પ્રશ્નો સાથેની યાદી મોકલી હતી. જેમાં જણાવ્યું હતું કે, કુલીનો બેઝ વારસદારોના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે, તેવી રીતે શૂ પોલિસ કરનારાઓના બેઝ પણ ટ્રાન્સફર થવા જોઈએ. સાથે સચીન રેલવે સ્ટેશનનો વ્યાપ વધતાં દાહોદ-વલસાડ ઇન્ટરસિટી, સુરત-બાન્દ્રા અને ફિરોજપુર જનતા ટ્રેનને સ્ટોપ આપવામાં આવે. સચિન સ્ટેશન પર પીઆરએસ સેન્ટર શરૂ કરવાની સાથે કરંટ ટિકીટ વિન્ડોની સંખ્યા વધારવા પણ ડીઆરયુસીસી ((ડિવિજનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી) સમક્ષ માંગ કરી હતી. સુરતને 12 ફાસ્ટ ટ્રેનોના સ્ટોપની માંગ 16મીની બેઠકમાં રજૂ કરવાની યાદીમાં કમિટી સભ્ય છોટુ પાટિલે સુરત રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના સ્ટેશનની તુલનામાં નિર્માણ કરવા પહેલાં નવી 12 ટ્રેનોના સ્ટોપની માંગ કરી હતી.

સુરત રેલવે સ્ટેશન પર સતત વધતી મુસાફરોની ભીડને જોતાં લાંબા ગાળાની અને ફાસ્ટ ટ્રેનોની હજુ પણ જરૂર હોવાની રજૂઆત કરાશે

આગામી 13મી અને 16મીએ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીની બેઠક મળશે

અન્ય સમાચારો પણ છે...