તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દુર્લભજી ચેમ્બર્સમાં ચોરોએ 4 ઓફિસોનાં તાળાં તોડ્યાં

દુર્લભજી ચેમ્બર્સમાં ચોરોએ 4 ઓફિસોનાં તાળાં તોડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રીંગરોડચામુડા ટી સેન્ટરની ગલીમાં એક રાતમાં ચાર ઓફિસોના તાળા તોડીને તસ્કરોએ પોણા ચાર લાખની ચોરી કરી ફરાર થયા હતા. અઠવાગેટ ગજ્જરવાડી પાસે મહાવીરનગર સોસાયટીમાં રહેતા સંજીવ મહેતાની રીંગરોડની દુલર્ભજી ચેમ્બર્સમાં પહેલા માળે આવેલી ઓફિસમાં તસ્કરોએ લોંખડની ગ્રીલ તોડીને તેમાંથી પહેલા માળે ઉતરીને ઓફિસની કેબીનનું તાળંુ તોડીને તેમાંથી ધંધાના રોકડ રૂ.1 લાખ તેમજ બોમ્બે નિયોન સાઈન કંપનીનું ટેબલ તોડીને તેમાંથી રૂ.92 હજાર તેમજ પ્રમોદ ટેડીંગમાંથી ધંધાના રૂ.1.05 લાખ, પ્રિયુશ રમેશની રોઝ બર્ડસ નર્સરીની ઓફિસમાંથી રૂ.46125 મળીને કુલે રૂ.3.43 લાખની ચોરી કરી ભાગી ગયા હતા. સીસીટીવી કેમેરામાં અજાણ્યા બે દેખાય છે. પોલીસે ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...