તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચકચારિત દિશિત હત્યાકેસમાં પોલીસે મજબૂત પુરાવા મુક્યા

ચકચારિત દિશિત હત્યાકેસમાં પોલીસે મજબૂત પુરાવા મુક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાર્લેપોઈન્ટની સર્જન સોસાયટીમાં રહેતા હિતેશભાઈ જરીવાલાનો પુત્ર દિશીતની તેની પત્ની વેલ્સીએ તેના પ્રેમી અને ડ્રાઈવર સાથે મળીને કરપીણ હત્યા હતી અને મામલો લૂંટમાં ખપાવી દેવાની પ્લાન ઘડયો હતો.આ ચક્રચારિત મર્ડર કેસમાં ઉમરા પોલીસે હત્યારા�”ના 19 ફોટા,12 વીડીયો,35 પંચો અને 71 સાક્ષી�ઓની જુબાનીનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યા હતો. દિશીતની હત્યા કરવા પહેલા વેલ્સીનો પ્રેમી સુકેતુ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્ સાથે રીક્ષામાં સર્જન સોસાયટીમાં રેકી કરી હતી.બન્ને હત્યારા�ઓએ ભાડેથી રીક્ષા કરી હતી. રીક્ષાચાલકે મોડુ થતુ હોવાનું જણાવી ફોન કરીને પૂછી લેવા સુધીનું બન્ને જણાને જણાવ્યું હતું. પોલીસે રીક્ષાચાલકને શોધી કાઢયો હતો. તે ગોડાદરામાં રહે છે અને તેનું નામ રૂપેશ મિશ્રા છે. ચાર્જશીટમાં તેના પણ જવાબો લીધા હતા. ઉપરાંત મોદી રીસોર્ટના ગાર્ડ લોકેન્દ્વસિંહને ડ્રાઈવર ધીરેન્દ્વ એવુ જણાવ્યું કે સચીનથી પૈસા લઈને ભુપેન્દ્વભાઈ મારફતે ગામ મોકલવાના હોવાનંુ નાટક કરી રીસોર્ટમાં આખીરાત રોકાયને સવારે પાછો સ્કોડાકાર લઇને સુરત આવ્યો હતો.જેનો પણ પોલીસે ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...