• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાત્રીના ડ્રાઇવર કંડક્ટરો માટે રેસ્ટરૂમની સગવડનો આદેશ

રાત્રીના ડ્રાઇવર-કંડક્ટરો માટે રેસ્ટરૂમની સગવડનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. સુરત | એસટીમાં નાઇટમાં ફરજ બજાવતા ડ્રાઇવર-કંડક્ટરોએ હવે બસમાં મચ્છરોની સાથે સૂવું નહીં પડે. જીએસઆરટીસીએ નાઇટમાં ફરજ બજાવતા ડ્રાઇવર-કંડક્ટરો માટે પ્રાથમિક સુવિધા ઊભી કરવાનો આદેશ કર્યો છે.

સેવાભાવી સંસ્થા સાથે મળી સુવિધા ઊભી કરવાની તૈયારી
જીએસઆરટીસીના એમડી આઇએએસ સોનલ મિશ્રાએ તમામ ડીએમને આદેશ કરતાં પત્ર લખ્યો છે કે, નાઇટમાં ફરજ બજાવતાં ડ્રાઇવર અને કડંક્ટરોએ ઘણી અગવડતા પડે છે. તેમને પ્રાથમિક સુવિધા જેવી કે, સૂવા માટેની જગ્યા, શૌચાલય, પીવાનું પાણી, લાઇટ, પંખા અને સુરક્ષિત બસ પાર્કિંગની જગ્યા મળતી નથી. જેથી તમામ ડીએમને ગ્રામપંચાયત, મંદિરના ટ્રસ્ટી કે પૂજારી, સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સેવાભાવી સંસ્થાઓને મળી નાઇટ રૂટમાં આ સુવિધા ઊભી કરવા માટેનો આદેશ કર્યો છે. તમામ ડીએમએ આ કામ ફરજિયાતપણે કરવાનું છે તેવો પણ આદેશ કર્યો છે.

એસટીના ઇતિહાસમાં પહેલી વાર કર્મીઓના હિતમાં ખૂબ જ સારો નિર્ણય લેવાયો
એમડી સોનલ મિશ્રાએ એસટીના ઇતિહાસમાં પ્રથમ વાર કર્મચારીના હિતમાં ખૂબ જ સારો નિર્ણય લીધો છે. નાઇટમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પ્રાથમિક સુવિધા ઊભી કરવા માટેનો આદેશ કર્યો છે. જેને કારણે કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. કૌશલ દેસાઇ, જનરલ સેક્રેટરી, એસટી કર્મચારી યુનિયન, સુરત