નાનપુરામાં મોપેડ સ્લીપ થતાં યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનપુરા ગોલંદાજ સ્ટ્રીટમાં રહેતા વિરલ રમેશ ગામીત (ઉ.વ 25) શુક્રવારે મિત્ર સોહેલ સાથે મોપેડ પર નાસ્તો કરવા જઇ રહ્યો હતો. દરમ્યાન નાનપુરા અથુગર સ્ટ્રીટ પાસે જ મોપેડ પૂરઝડપે હંકારતા મોપેડ સ્લીપ થઇ ગઇ હતું. જેથી વિરલ અને સોહેલ ધડાકાભેર રસ્તા ઉપર ફંગોળાયા હતા. શરીરે ગંભીર ઈજા પહોંચતાં વિરલનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સોહેલ સારવાર હેઠળ છે. બનાવ અંગે અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...