• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતીઓએ નોટબંધી વચ્ચે પણ 1056 કરોડનું IT રિફંડ લીધું

સુરતીઓએ નોટબંધી વચ્ચે પણ 1056 કરોડનું IT રિફંડ લીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગત નાણાકીય વર્ષ સુધી આઇટીમાંથી સુરતી કરદાતાઓએ 1056 કરોડનું રિફંડ મેળવ્યું હતું, જે છેલ્લાં 4 વર્ષની સરખામણીમાં સર્વાધિક છે. બીજી તરફ આઇટીનું ગ્રોસ કલેક્શન 2200 કરોડ વધ્યું છે.

સૂત્રોએ કહ્યું કે એક તરફ જ્યાં નોટબંધી દરમિયાન ઉદ્યોગ-ધંધા પર અસર પડી હતી ત્યાં બીજી તરફ રિફંડ માટેની માંગ પણ ઊઠી હતી. હવે રિફંડ બીજા મહિને આપી દેવાની સિસ્ટમ છે. બેંગ્લોર સ્થિત મુખ્ય સેન્ટરથી રિટર્નનું પ્રોસેસિંગ થાય છે અને કરદાતાના ખાતામાં રિફંડના રૂપિયા સીધા જમા થઈ જાય છે. નોંધનીય છે કે 31 માર્ચ, 2017 સુધી આઇટીમાં 15.31 લાખ કરદાતા નોંધાયા હતા. નોટબંધીના ગાળામાં આઇટી અધિકારીઓએ જ્યાં એક તરફ 50 જેટલા દરોડા પાડીને રૂપિયા 200 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું ત્યાં બીજી તરફ રૂપિયા 1056 કરોડનું રિફંડ પણ ઇશ્યુ કર્યું હતું.

નેટ કલેક્શનમાં પણ વધારો નોંધાયો

કરદાતા વધ્યા

ગ્રોસ કલેક્શનમાં રીતે વધારો થયો

(કરોડમાં-ટીડીએસ સાથે)

વર્ષ ગ્રોસ રિફંડ નેટ

કલેક્શન કલેકશન

20176489 1056 5433

2016 5208 883 4324

2015 4611 687 3924

2014 4257 458 3798

દરેક ક્ષેત્રે ગ્રોથ થયો

આંકડાકીયમાહિતી પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં કરદાતાઓની સંખ્યામાં વર્ષ 2009ની સરખામણીમાં વર્ષ 2017 સુધી સાડા પાંચ લાખ કરદાતાઓનો વધારો થયો છે ત્યાં રેવન્યૂ કલેક્શનની દૃષ્ટિએ પિરિયડમાં 1635 (નેટ કલેકશન)માં વધારો થયો છે.

જલસા |ઇન્કમ ટેક્સ વિભાગમાં છેલ્લા 4 વર્ષની સરખામણીમાં સર્વાધિક હોય તેવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા

આઇટીનું ગ્રોસ કલેક્શન 2200 કરોડ વધી ગયું, 50 દરોડામાં 200 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું

15.31 લાખ

14.36 લાખ

11.36 લાખ

9.74 લાખ

2017

2016

2015

2014

અન્ય સમાચારો પણ છે...