તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હાર્દિક હવે સુરત ક્રાઇમબ્રાંચમાં મહિને હાજરી પુરાવવા આવશે

હાર્દિક હવે સુરત ક્રાઇમબ્રાંચમાં મહિને હાજરી પુરાવવા આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજદ્રોહના ગુનામાં શરતી જામીન પર મુક્ત થયેલા હાર્દિક પટેલને મહિના સુધી સુરત ક્રાઈમબ્રાંચમાં હાજરી પુરાવવાનો કોર્ટે હુકમ કર્યો હતો. ગુરૂવારે મહિનાની મુદત પુરી થતા હવે હાર્દિકે એક મહિના બાદ ક્રાઈમબ્રાંચમાં હાજરી પુરાવવી પડશે. હાર્દિકે મીડિયાને જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં હુમલો દુ:ખની વાત છે. સ્વાભાવિક રીતે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. સુરક્ષા એજન્સી સામે પ્રશ્નો તેમજ શંકા થવી જોઈએ, જ્યાં બસનું રજિસ્ટ્રેશન થતું હતું કેમ કરાયું. આતંકવાદી હુમલો થયો તો તેની તપાસ થવી જોઈએ. વધુમાં તેણે જણાવ્યું હતું કે આગામી 29 તારીખે અમદાવાદમાં સંમેલનનું આયોજન છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે.

5 ઓગસ્ટે ચાર્જફ્રેમની સુનાવણી હાથ ધરાશે

પાટીદારઅનામત આંદોલન સમિતિના કન્વીનર અને રાજદ્રોહના ગુનાના આરોપી હાર્દિક પટેલ સામે હવે આગામી 5મી ઓગષ્ટના રોજ ચાર્જફ્રેમની સુનાવણી થશે. ગુરુવારે તારીખ દરમિયાન આરોપી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટે કેસમાં પહેલાં 20મી જુલાઇની તારીખ નક્કી કરી હતી પરંતુ બચાવપક્ષના વકીલ યશવંતસિંહ વાળાની રજૂઆત બાદ આઠમી ઓગષ્ટની મુદત નક્કી થઈ હતી.

રાજદ્રોહ કેસ | 6 મહિનાની અઠવાડિક હાજરીની મુદત પૂર્ણ થઈ

16મીએ MPના કાર્યક્રમોમાં હાર્દિક ઉપસ્થિત રહેશે

હાર્દિકપટેલે તેના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 16 તારીખે તે મધ્યપ્રદેશના મંદસોરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાર બાદ શાજાપુરમાં સભાનું આયોજન થયુંં છે તેમાં હાજરી આપશે.

અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાની તપાસ થવી જોઇએ : હાર્દિક

અન્ય સમાચારો પણ છે...