તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠરાવ મુજબ વકીલો બે કોર્ટમાં પ્રવેશ્યા નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બે કોર્ટમાં નહીં પ્રવેશવાના બાર એસોસિએશનના ઠરાવને પગલે ગુરૂવારે વકીલો બંને કોર્ટમાં પ્રવેશ્યા નહતા.

બાર એસોસિએશનની સામાન્ય સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં બે વકીલોએ ચેક બાઉન્સની બે જજની વર્તણૂંક મામલે વિરોધ નોંધાવતા બાર દ્વારા એક ઠરાવ પસાર કરી તા. 13મી જુલાઇથી 19મી જુલાઇ સુધી બંને જજની કોર્ટથી અળગા રહેવાનો ઠરાવ કરાયો હતો. ઠરાવ બાદના ગુરૂવારના પહેલાં દિવસે વકીલો કોર્ટમાં પ્રવેશ્યા નહતા. જો કે, સત્ર ન્યાયાધિશ દ્વારા બારના પ્રમુખ ઉપરાંત કેટલાંક હોદ્દેદારો સાથે મામલે વાતચીત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...