તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાઈ-બહેનના પ્રેમ પર હવે 12 ટકા જીએસટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાખડીનુંવેચાણ કરનારા વેપારીઓ અસમંજસમાં હતા કે રાખડી પર ટેક્સ લાગે કે કેમω આજે એકસાઇઝ, એક્સપર્ટ અને વેટના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતુ કે રાખડી પર 12 ટકા જેટલો ટેક્સ લાગશે. નોંધનીય છે કે વેટના કાયદામાં રાખડી પર કોઈ ટેક્સ નહતો. તે માફીની યાદીમાં હતી.

જ્યાં એક તરફ પૂજામાં વપરાતી સામગ્રી પર જીએસટી લાગુ કરાતા વિરોધનો સૂર ઉઠયો હતો ત્યાં બીજી તરફ ભાઇ અને બહેન વચ્ચે પ્રેમ અને રક્ષાની ખાતરી સમાન રાખડી પર પણ ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. રક્ષાબંધનનો તહેવાર હોય અનેક વેપારીઓ અંગે દુવિધામાં હતા કે રાખડી પર ટેક્સ લાગે કે કેમω જે પ્રોડ્કટ અને સેવાને ટેક્સ માફી છે તેમાં પણ તેનો ક્યાય ઉલ્લેખ નહતો. આથી વેપારીઓ કેટલાંક કન્સલ્ટન્ટને મળ્યા હતા. રાખડીનો ઉલ્લેખ સાંભળીને જીઅેસટી એક્સપર્ટ પણ મૂંજાયા હતા. દરમિયાન કેટલાંક વેપારી અને કન્સલ્ટન્ટએ એકસાઇઝના એક અધિકારીનો સંપર્ક કર્યો હતો જ્યાં આખરે સ્પષ્ટ થયું હતુ કે રાખડી પર 12 ટકા ટેક્સ લાગે છે. અલબત્ત, અહીં નોંધવું રહ્યુ કે જે વેપારીનું ટર્નઓવર રૂપિયા 20 લાખની ઉપર છે તેઓએ ટેક્સ ભરવું પડશે. બાકીનાઓએ રજિસ્ટ્રેશન કરાવવાની પણ જરૂર નથી. એકસાઇઝના એક અધિકારીની જાહેરાત બાદ પણ કેટલાંક કન્સલ્ટન્ટ કહી રહ્યા છે કે રાખડીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી તો પછી તેની પર 18 ટકા ટેક્સ ભરવો પડે. કેમકે જીએસટીમાં અંગેની જોગવાઇ છે કે જેનો કોઇ જગ્યાએ ઉલ્લેખ હોય તેની પર 18 ટકા ટેક્સ લાગે.

એક્સાઇઝ, એક્સપર્ટ અને વેટના અધિકારીઓએ સ્પષ્ટતા કરી, વેટમાં નંબર લેવાની પણ જરૂરિયાત હતી

રાખડી મોંઘી થઈ | અગાઉ રાખડી પર વેટ-માફી હતી હવે પૂજાની સામગ્રી બાદ રાખડી પર પણ જીએસટીનો માર

એક્સપર્ટ કહે છે કે ટેક્સ લાગે

જીએસટીકન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે રાખડીનો ભલે જીઅેસટીની ટેક્સ અ્ને માફીની યાદીમાં ઉલ્લેખ હોય પરંતુ તેની પર ટેક્સ લાગશે. કસ્ટમમાં રાખડીના કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જીએસટીમાં તેનો રીલીજિયસ રક્ષાસૂત્ર તરીક ઉલ્લેખ કરવામાં આ‌વ્યો છે. જે રાખડી છે.

અધિકારીઓનીપણ ગોળગોળ વાતો

આજેએકસાઇઝના અધિકારી અને વેટના અધિકારીઓને પણ કેટલાંક વેપારીઓએ મામલે પૃચ્છા કરી હતી. પરંતુ અધિકારીઓ પણ લાંબો સમય જીએસટીના ચોપડા ઉથલાવતા રહ્યા હતા. આખરે 12 ટકા ટેકસ લાગતો હોવાનું સ્પષ્ટ થયું હતુ.

કોઇ સરખો જવાબ હતો

^લાંબા સયમથી કન્સલ્ટન્ટને મળતા હતા છતાં કોઇ સરખો જવાબ આપતા નથી. કોઈ કહે માફી છે અને કોઈ કહે ટેક્સ છે.’ > ભવ્યકાંતશાહ, વેપારી

અન્ય સમાચારો પણ છે...