તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હિતેશ રબારીના કેસનું ભાવિ હવે એપલનું સર્વર નક્કી કરશે

હિતેશ રબારીના કેસનું ભાવિ હવે એપલનું સર્વર નક્કી કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોકઓફ ટાઉન બનેલા હિતેશ રબારી આપઘાત કેસનું કોકડું ગૂંચવાયું છે તેવા સમયે કેસનું ભાવિ હવે આઈફોનના હાથમાં જતું રહ્યું. કારણ કે હિતેશના ત્રણ આઈફોનનાં લોક એફએસએલ પણ ખોલી શક્યું. હવે ત્રણેય આઇફોનની વિગત માત્ર અને માત્ર એપલ કંપનીના સર્વરમાંથી સાંપડી શકે તેમ છે.

સુરતના યુવા બિલ્ડર હિતેશ રબારી (દેસાઈ)એ ગત્ તા. 22-6-17ના રોજ પોતાના ગણદેવી નજીક આવેલા વીર સ્ટડ ફાર્મમાં રિવોલ્વરમાંથી કપાળમાં ગોળી ધરબી દઈ આપઘાત કરી લીધો હતો. નવસારી પોલીસે હિતેશના ફાર્મ હાઉસ પરથી ચાર મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જે તમામને પાસવર્ડથી લોક કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ચારેય મોબાઇલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી એક મોબાઇલની વિગત ઉપલબ્ધ બની. ત્રણ મોબાઈલ આઇફોન હોવાના કારણે એફએસએલમાં પણ તેનાં લોક ખૂલ્યાં નહીં. હવે માત્ર એક રસ્તો છે એપલ કંપની સાથે સંકલન કરવાનો. કંપનીનું સર્વર કેનેડામાં છે ત્યાંથી ત્રણેય મોબાઇલની વિગતો મેળવી શકાય. સિવાય કોઈ જગ્યાએથી વિગતો ઉપલબ્ધ બનશે નહીં.

બહુચર્ચિત હિતેશ આપઘાત કેસમાં પોલીસ ગોથે ચડી

અન્ય સમાચારો પણ છે...