તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવરલૂમ્સ શરૂ કરવા ફોગવાએ નિર્ણય કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગળનીરણનિતિ નક્કી કરવા ફોગવાની પુણા ગામના સરદાર ફાર્મ ખાતે મળેલી સભામાં કારીગરોની હિજરત અટકાવવાની સાથે વેપારીઓ પાસે મહિનાથી પેન્ડીંગ પેમેન્ટને વસુલાત કરવાના નિર્ણય સાથે શુક્રવારથીયુનિટો કાર્યરતકરી દેવાનો નિર્ણય કરવામાંઆવ્યો છે.

ઓગષ્ટ માસથી શરૂ થતી તહેવારોની સીઝનના કારણે એક્ષ્પોર્ટના પેન્ડીંગ ઓર્ડરનું નિરાકરણ કરવાની સાથે કારીગરોની હિજરત અટકાવવા માટે વિવિંગયુનિટોમાં મશીનોની ધમધોખાટ આજથી ફરી શરૂ થઇ જશે.ઇન્ટુકના માજી પ્રમુખ કામરાન ઉશ્માનીના જ્ણાવ્યાનુસારમિલના 70 ટકા કારીગરો હિજરત કરી ચૂક્યા છે મિલ બાદપાવરલૂમ્સના કારીગરો પણ હિજરત શરૂ કરે તેની ચિંતા કરતાંફોગવાનીગુરૂવારેપુણાગામસરદાર ફાર્મમાં મળેલી સભામાંયુનિટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાના જ્ણાવ્યાનુસાર, છેલ્લાંપાંચ દિવસમાં 25 થી 30 કરોડનું ઉઠમણુંથયું છે ઉઠમણાંના દૌર ફરી શરૂ થાય અને પેમેન્ટ અટવાય જેના કારણે વિવિર્સને નુકશાન થાય તેની સાવચેતી રાખતાં યુનિટો કાર્યરત કરી એક ટીમસરકાર સાથે વાટાઘાટ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

ફોગવાની પુણા ગામના સરદાર ફાર્મ ખાતે ગુરુવારે મળેલી સભામાં મોટી સંખ્યામાં કારીગરો હાજર રહ્યા હતા.

ફોગવાની સભામાં ફાર્મના માલિકનું વિઘ્ન

સુરત| ફોગવાની સરદાર ફાર્મમાં મળેલી સભા પહેલાં રંગાણી ફાર્મ ખાતે થવાની હતી પરંતુ પોલીસે પરવાનગીઓ રદ્દ કરી હતી. જેને પગલે ફરી ફોગવાને સભા કરવા ફાર્મ આપવની ફાર્મના માલિકે છેલ્લી ઘડીયે ના પાડતાં પુણાના સરદાર ફાર્મમાં સભા કરી હતી.

કારીગરોની હિજરત અટકાવવા વીવર્સ આજથી ફરી પોતપોતાના ધંધે પરત ફરશે

અન્ય સમાચારો પણ છે...