તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િહતેશ મૂળ અમરેલીના વડેરા ગામનો વતની હતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િહતેશ મૂળ અમરેલીના વડેરા ગામનો વતની હતો

ક્રાઈમ રિપોર્ટર. સુરત

ગતગુરુવારે ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જઈ આપઘાત કરનાર યુવકની શનિવારે લાશ મળી આવી છે. પુણાના હીરાની ઘંટી ચલાવતો યુવક પોતાના ભાઈને ફોન કરી મમ્મી-પપ્પાને સંભાળજે હૂં જાઉ છું..તેમ કહી નદીમાં કૂદી ગયો હતો.

સિવિલ તથા ઈચ્છાપોર પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પુણાગામના વિક્રમનગર-1 ખાતે રહેતા અરજણભાઈ માંગરોળીયા મુળ અમરેલીના વડેરાગામના વતની છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. 32 વર્ષીય પુત્ર હિતેશ વરાછાની ગાયત્રી સોસાયટીમાં હીરાની ઘંટી ચલાવતો હતો. ગત ગુરુવારે તેણે પોતાના ભાઈ ઉમેશને ફોન કરીને ઓએનજીસી બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી દીધું હતું. બ્રિજ પરથી હિતેશને બાઈક મળી આવી હતી પરંતુ ફાયરબ્રિગેડે શોધખોળ કરવા છતાં હિતેશનો કોઈ પત્તો લાગ્યો હતો. દરમિયાન ઓએનજીસી બ્રિજ નીચેથી હોડીવાળાને એક યુવકની લાશ કિનારા પર મળી હતી. ઈચ્છાપોર પોલીસને તેમણે જાણ કરતા લાશને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ હતી. લાશ હિતેશની હોવાની ભાઈએ ઓળખ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...