કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન માટે હવે ઓનલાઈન પ્રોસેસ

એડમિશન પ્રોસેસમાં મુશ્કેલી ન પડે એ માટે હેલ્પ કોર્નરની શરૂઆત થઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:16 AM
કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન માટે હવે ઓનલાઈન પ્રોસેસ
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

સુરત સહિત દેશભરમાં કેન્દ્રિય વિદ્યાલય હવે એડમિશનને લઈને અપડેટ થઈ રહ્યાં છે. જે અંતર્ગત જો તમે વખતે તમારા સંતાનનું એડમિશન કેન્દ્રિય વિદ્યાલય (કેવી)માં ધો.1માં કરાવવા માંગતા હોવ તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (કેવીએસ)એ વર્ષથી એડમિશનની પ્રોસેસને ઓફલાઈનને બદલે ઓનલાઈન કરી દીધી છે. જેની પ્રોસેસ ફેબ્રુઆરીના પ્રથમ વીકથી શરૂ થશે. કેન્દ્રિય વિદ્યાલય માટે હેલ્પ કોર્નર શરૂ કરશે. એડમિશન પ્રોસેસમાં જો કોઈ સમસ્યા આવે છે તો પેરેન્ટસની મદદ માટે હેલ્પ કોર્નર પણ બનાવાશે જેથી પેરેન્ટ્સને હેલ્પ થઈ શકશે. એડમિશન માટે 5 કિ.મી.ના અંતરમાં રહેનાર બાળકોને પ્રાયોરિટી અપાશે.

સમગ્ર દેશમાં નવી રજીસ્ટ્રેશન સિસ્ટમ લાગુ, ડોક્યુમેન્ટ્સ એટેચ કરી શકાશે

નવી એપ્લિકેશન પ્રોસેસ પ્રમાણે વર્ષે એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટસની સ્કેન કોપી પણ અેટેચ કરવાની રહેશે. કેવીએસ તરફથી ગયા વર્ષે નવી દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશનની પ્રોસેસ ઓનલાઈન થઈ હતી જેને વર્ષે દેશમાં લાગુ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન અંતર્ગત તમામ સ્કૂલોની વેબસાઈટ ઉપર પ્રોસેસ થશે.

એડમિશન માટે ભાગદોડ નહીં કરવી પડે

આ નિર્ણયથી હવે પેરન્ટ્સે એડમિશન માટે ઓનલાઈન પ્રોસેસથી ભાગ દોડ નહીં કરવી પડે. છેલ્લા સાત વર્ષથી પેરેન્ટ્સને ઓફલાઈન એટલે કે સ્કૂલમાં આવીને બાળકના એડમિશન માટે પ્રોસેસ કરવી પડતી હતી. કારણે તેમનો ટાઈમ તો બગડતો હતો તેની સાથે સાથે ક્યારેક મુશ્કેલી પણ સર્જાતી હતી. હવે વર્ષથી સ્ટુડન્ટસના પેરેન્ટ્સ જે તે સ્કૂલની વેબસાઈટ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી શકશે.

X
કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન માટે હવે ઓનલાઈન પ્રોસેસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App