Home » Daxin Gujarat » Latest News » Surat City » 3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!

3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:16 AM

આ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો બાળકની સાથે માતાએ પણ ક્લાસ ભરવા પડે, 10 ડોક્ટર્સે એમના બાળકોને ભણવા બેસાડ્યા.!

  • 3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કૂલનું વાતાવરણ જ એવું થયું કે રજા હોય તો પણ બાળકો ગાર્ડનમાં આવી જાય છે

    જલ્પેશ કાળેણા citybhaskarsurat@gmail.com

    જ્ઞાનને દિવાલોમાં પુરી શકાતું નથી, તો પછી બાળકોની કલ્પના શક્તિને ચાર દિવાલોમાં કેવી રીતે કેદ કરી શકાય.ω ઘણા માતાપિતાની ફરિયાદ હોય છે કે ભારતની એજ્યુકેશન સિસ્ટમ બદલાવવી જોઇએ. આવો જ પ્રશ્ન એક ડોક્ટરની સામે આવ્યો. ફર્ક માત્ર એટલો હતો કે એમણે સમસ્યાને વખોડવાની જગ્યાએ બદલાવ લાવવાની શરૂઆત કરી. શહેરના ડો.ભાવેશ કાચા અને બે ડોક્ટર મિત્રોએ એક એવી સ્કૂલ બનાવવાનો વિચાર આવ્યો જેમાં બાળકોની કલ્પના શક્તિઓ ખીલે. એ માટે એમણે વરાછાના મહારાણા પ્રતાપ ગાર્ડનમાં જ બાળકોને ભણાવવાની શરૂઆત કરી. આજે આ સ્કૂલમાં કુલ 26 બાળકો ભણવા આવે છે, જેમાંથી 10 ડોક્ટરના બાળકો છે. 26 બાળકોને ભણાવવા માટે 7 શિક્ષકની પણ નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ સ્ટુડન્ટ્સ ધોરણ 10ની એક્ઝામ આપશે.`

    તબેલામા બાળકોને લઇ જઇ ગાય વિશે ભણાવવામાં આવે છે

    2 થી 3 વર્ષ

    આ સ્કૂલમાં 2 વર્ષથી એડમિશન આપવામાં આવે છે. નાના બાળકોની ઇન્દ્રિયોનો વિકાસ થાય એ પ્રમાણેનું સિલેબસ તૈયાર કરવામાં આવ્યું છે. આ ક્લાસનો સમય સવારે 10 થી 12નો હોય છે. નવાઇની વાત એ છે કે બાળકની સાથે માતાએ પણ ક્લાસ ભરવા ફરજીયાત છે.

    26 બાળકો ડાયરેક્ટ ધોરણ 10ની પરીક્ષા આપશે

    ડો.ભાવેશ કાચા, સ્કૂલના કો-ફાઉન્ડર

    સમય | સવારે 10 થી 12 વાગ્યા સુધી

    3 થી 5 વર્ષ

    5 વર્ષ સુધીના બાળકોનો બૌદ્ધિક વિકાસ થાય એ માટે વાર્તા દ્વારા ચારિત્ર્ય વિશેની સમજ આપવામાં આવે છે. આ સાથે વાર્તા દ્વારા બાળકોની કલ્પના શક્તિ ખીલે એવો પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન બાળકોને 100 મહાન લોકોના ચારિત્ર્ય વિશેની સમજ આપવામાં આવે છે.

     ડો.ભાવેશ કાચા કહે છે કે, ‘સ્કૂલમાં જ્યારે રજા છે એમ બાળકોને કહેવામાં આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે. એનો મતલબ એ કે, બાળકોને સ્કૂલે જવાની મજા નથી આવતી. બાળકોને સ્કૂલે મજા આવે અને રમતા રમતા જ જ્ઞાન મેળવી લે એટલા માટે અમે આ પ્રકારનું સાહસ કર્યું છે. અહીં ભણતા બાળકો ડાયરેક્ટ ધોરણ 10ની પરીક્ષા આપશે’

    સમય | સવારે 09 થી 12 વાગ્યા સુધી

    5 થી 7 વર્ષ

    7 વર્ષ સુધીના બાળકોને વીકમાં બે દિવસ અક્ષર જ્ઞાન આપવામાં આવે છે. બાકીના દિવસોમાં ભારતીય સંસ્કૃત્તિ, કુટુંબ, પર્યાવરણ જેવા વિષયો પ્રત્યે જાગૃત્તિ આવે એવા વિષયોની સમજ આપવામાં આવે છે. આ સાથે મ્યૂઝિક, સ્વિમિંગ, કરાટે જેવી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે.

    સમય | સવારે 07 થી 12 વાગ્યા સુધી

    ભણાવવા માટે પ્રેક્ટિકલ મેથડ.!

    બાળકોને પુસ્તકિયું જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ પ્રકારે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છેે. બાળકોને જ્યારે લીમડા વિશે સમજાવવાના હોય ત્યારે બાળકોને લીમડાના ઝાડ નીચે ભણાવવામાં આવે છે. એવી જ રીતે ગાય વિશે ભણાવવાનું હોય ત્યારે બાળકોને તબેલામા લઇ જવામાં આવે છે. શક્ય હોય ત્યા સુધીના બાબત બાળકોને વસ્તુઓ પ્રેક્ટિકલી જ ભણાવવામાં આવે છે.

    4 બાળકોને ભણાવવા એક શિક્ષક.!

    જ્યારે બાળકો ગાર્ડનમાં આવે ત્યારે તેમને એક કલાક રમવા દેવામાં આવે છે અને ત્યાર બાદ તેમને ભણાવવામાં આવે છે. એક શિક્ષક 6-7 બાળકોને ભણાવે છે. એટલે કે 4 બાળકો માટે 1 શિક્ષકની ભરતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પુસ્તક લઇને જવાની મનાય છે. જે ભણાવવાનું હોય એની ફોટોકોપી લાવે છે અને પછી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

    ઇન્ટરવ્યૂ પછી એડમિશન અપાય છે

    જે પેરેન્ટ્સને તેના બાળકોને એડમિશન આપવું હોય તે પેરેન્ટ્સ અને તેના ફેમિલિનો ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે, તેમના ઘરનું વાતાવરણ કેવું છે તેની જાણકારી મેળવવામાં આવે છે. જો ઘરના વાતાવરણમાં ફેરફાર કરવાનો હોય તો વાતાવરણ ફેરફાર કરવા માટે કહેવામાં આવે છે અને ત્યાર બાદ બાળકને સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે.

  • 3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 3 ડોક્ટર્સે ગાર્ડનમાં શરૂ કરી સ્કૂલ, 26 વિદ્યાર્થીઓ માટે 7 શિક્ષક.!
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ