• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતને 12 રણજી પ્લેયર આપનાર સ્વ.જશુભાઈ પટેલના નામે ક્રિકેટ એકેડમી શરૂ

સુરતને 12 રણજી પ્લેયર આપનાર સ્વ.જશુભાઈ પટેલના નામે ક્રિકેટ એકેડમી શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| સ્વ જશુભાઇ એ.પટેલ ક્રિકેટ એકેડમીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જશુભાઇ પટેલે સુરતને 12 રણજી પ્લેયર્સ આપ્યા હતા. તેમની યાદમાં જ્વલંતભાઇએ આ એકેડમી સ્પોનર્સ કરી છે. ટાંકલી ફળિયા બોમ્બે માર્કેટ સામે, ઉમરવાડા, એલ.એચ.રોડ ખાતે આ એકેડમીની ઉદ્ધાટનમાં માજી વેસ્ટ ઝોન રણજી પ્લેયર જ્વલંતભાઇ પટેલ, સ્વ.જશુભાઇના પુત્ર વિનેશભાઇ તથા લેજેન્ડ માજી રણજી ક્રિકેટર શૌકત દુધા, ભરૂચા સાહેબ, રણજી ક્રિકેટર પ્રવીણ બલસારા, હિતેશ કેપ્ટન, દિનેશ ગામીત, ચંદ્રકાંત ગામીત અને અંબેલાલ પટેલ, ભૂપત દેસાઇ, કેપી પટેલ, આઇ.આર.પટેલ, ભરત પટેલ,રાજુ પચ્ચીગર, જયેશ પટેલ, હરિશ પટેલ, દિનેશ પટેલ, અશ્વિન મહુવગરા, મુકેશભાઇ, સુંદરભાઇ તથા અન્ય ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. જ્વલંતભાઇ તરફથી સિમેન્ટ વિકેટ, એક્સ્ટ્રા ટફ વિકેટ અને બોલિંગ મશીન આપવાનું વચન અપાયુ હતું. આ એકેડમીના મુખ્ય કોચ તરીકે 40 વર્ષનો અનુભવ ધરાવતા માજી રણજી ક્રિકેટર દિનેશ ગામીત અને ચંદ્રકાંત ગામીતની વરણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...