પુણામાં લેસપટ્ટીના વેપારી પાસેથી આદર્શ માર્કેટના વેપારી સહિત બે વેપારીઓએ 5.97 લાખનો માલ લઈને નાણા ચાંઉ કર્યા છે.
ખોલવડ ગામના સ્ટાર મનોરથમાં રહેતા અને પુણા અર્ચના સ્કુલની પાસે સીતારામ સોસાયટીમાં લેસપટ્ટીનો વેપાર કરતા ધર્મેશ રસીકભાઈ વેકરીયાએ જાન્યુઆરી માસમાં આદર્શ માર્કેટના વેપારી તારા અનુપ અરોરાના મારફતે ભેરૂલાલ પ્રજાપતિને 5.97 લાખનો લેસપટ્ટીનો માલ ક્રેડીટ પર આપ્યો હતો. ભેરૂલાલ તારા અનુપને જોબવર્ક કરીને માલ આપી દેતો હતો. બન્ને વેપારીઓએ 5.97 લાખની રકમ વેપારીને ન આપતા પુણા પોલીસમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે આર્દશ માર્કેટના વેપારી તારા અનુપ અરોરા અને ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધ્યો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો