• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડિંડોલી ખાતે પડોશીએ ચોકલેટની લાલચે બા‌ળકી સાથે અડપલાં કર્યા

ડિંડોલી ખાતે પડોશીએ ચોકલેટની લાલચે બા‌ળકી સાથે અડપલાં કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવસના ભૂખ્યા નરાધમે 2 વર્ષની માસુમ બાળકી પર દાનત બગાડી ચોકલેટની લાલચ આપી શારીરિક અડપલાં કરતાં સ્થાનીકે રંગેહાથ પકડી પાડી માર માર્યા હતો. ઘટનાને પગલે ડિંડોલી પોલીસમાં બાળકીની માતાએ ફરિયાદ આપતા પોલીસે નરાધમ પડોશીની ધરપકડ કરી હતી.

ડિંડોલી ભેસ્તાન આવાસમાં રહેતા 25 વર્ષીય રઇશ ઇસ્માઇલ પઠાણએ તેના પડોશમાં રહેતી 2 વર્ષની માસુમ બાળકીને ચોકલેટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી. આજ સમયે એક સ્થાનિક ત્યાંથી પસાર થતો હતો તેણે પડોશીની હરકતો જોઈને ચોકી ગયો હતો. નરાધમ પડોશી રઇશ પઠાણ બાળકીને શારીરિક અડપલાં કરતાં રંગેહાથે પકડી પાડ્યો હતો. સ્થાનીકોએ તેને માર મારીને ડિંડોલી પોલીસને સોંપી દીધો હતો. પોલીસે નરાધમ રઇશ પઠાણની ધરપકડની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...